જામનગરના દિનેશભાઇ અમૃતલાલ મહેતા (ઘડિયાળી)એ ભગવાન મહાવીરસ્વામીના ત્રીજુ મનોરથ (સંથારો) તા. 11 જૂલાઇથીં જાહેર કર્યો હતો. ગત રવિવારે 20માં દિવસે અનશન આરાધકનો સવારે 7:30 કલાકે સંથારો સિજી ગયો હતો.
રાજકોટના ઋષભદેવ સ્થાનકવાસી જૈન ટ્રસ્ટ સંચાલિત મહેન્દ્રભાઇ જયંતિલાલ સખપરા ઉપાશ્રય, સુમતિનાથ જૈન સંઘમાં બા.બ્ર. રાજેશમુનિજી મહારાજની નિશ્રામાં સંથારો જાહેર કર્યો છે. દિનેશભાઇ મૈત્રીજી સ્વામી (સંસારી પત્નિ હિનાબેન) તથા જામનગરના રમેશભાઇ એ. મહેતા, વલ્લભાઇના નાના ભાઇનો ગઇકાલે 20માં દિવસે સંથારો સિજી ગયો હતો. તેમની પાલખિયાત્રા ગઇકાલે સવારે 9:15 વાગ્યે સુમતિનાથ ઉપાશ્રય રાજકોટથી શહેરના રાજમાર્ગો પર ફરી રામનાથપરા સ્મશાનગૃહે પૂર્ણ થઇ હતી. દિનેશભાઇનો સંથારો સિજી જવાના સમાચાર મળતાં જામનગરથી જૈન-જૈનેતરો મોટી સંખ્યામાં રાજકોટ તેમના દર્શનાર્થે અને પાલખિયાત્રામાં જોડાયા હતાં.
દિનેશભાઇની ગુણાનુવાદસભા આજે તા. 31ના રોજ સવારે 9 કલાકે રાજકોટમાં સુમતિનાથ સંઘ, વસુધારા એલિગન્સ ખાતે રાખેલ હતી. જેમાં જામનગર સંઘના ભાઇઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.