Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરદિક્ષાર્થી મુમુક્ષ જિનલકુમારીનો વરસીદાનનો વરઘોડો

દિક્ષાર્થી મુમુક્ષ જિનલકુમારીનો વરસીદાનનો વરઘોડો

- Advertisement -

જામનગર શહેરની દિકરીઓ સયંમના માર્ગે જઇ રહી છે. જેમાં સંઘવી પરિવારની મુમુક્ષ જિનલ અને મુમુક્ષ ધારા હાલાર તિર્થ-આરાધનાધામ ખાતે દિક્ષા ગ્રહણ કરશે. ઝવેરી ઝાપા વિસ્તારમાં રહેતા ભોગીલાલ ઝવેરચંદ સંઘવીના પાંચ દિકરા અને પાંચ દિકરીના પરિવારમાં પુત્ર કિરીટભાઇ અને પુત્રવધુ દક્ષાબેનની દિકરી જિનલ તા. 7-12-23ને ગુરુવારના દિવસે હાલાર તિર્થ-આરાધનાધામ ખાતે ભગવાન મહાવીર સ્વામીના દિક્ષા કલ્યાણક દિવસે જ દિક્ષા ગ્રહણ કરશે. મુમુક્ષ જિનલનો વરસીદાનના વરઘોડામાં સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબ, જામનગરના મેયર વિનોદભાઇ ખિમસુરીયા, સ્ટે. ચેરમેન નિલેશભાઇ કગથરા ઉપરાંત જૈન સમાજના ટ્રસ્ટીઓ, ભાઇઓ-બહેનો, બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. વરઘોડો ગઇકાલે સવારે 9 કલાકે શેઠજી દેરાસરથી પ્રસ્થાન કરી માંડવી ટાવર, સેન્ટ્રલ બેંક, સેતાવડ, હવાઇ ચોક, પંચેશ્ર્વર ટાવર, બેડી ગેઇટ, ખાદી ભંડાર, સજુબા ગર્લ્સ સ્કૂલ રોડ, ગાંધીના બાવલા થઇ પરત શેઠજી દેરાસરે પૂર્ણ થયો હતો. બપોરે 3 કલાકે પ.પૂ.સા. કલ્પસરત્નાશ્રીજી મ.સા. તથા સર્વે માસીઓ તરફથી સાંજી યોજાઇ હતી. આજે સવારે 9 કલાકે મોટા ઉપાશ્રયમાં મુમુક્ષ જિનલના કપડામાં કેસરીયા સાથે કાકાની દિકરીઓ તરફથી સાંજી રાખવામાં આવી હતી. બપોરે 3 કલાકે પારેખ છગનલાલ કરશનજી તરફથી શ્રી ગૌતમસ્વામી પૂજન કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular