Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરવિશ્વ કલ્યાણ અર્થે શક્રસ્તવ પરિપૂજનનું અનુષ્ઠાન કરાયું

વિશ્વ કલ્યાણ અર્થે શક્રસ્તવ પરિપૂજનનું અનુષ્ઠાન કરાયું

- Advertisement -

જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા શંખેશ્વર પાર્શ્ર્વનાથ દેરાસર હેઠળ આવેલ ઉપાશ્રય આરાધના ભવનમાં પ્રેમ-ભુવનભાનુ, હેમચંદ્રસુરિશ્વરજીના શિષ્યરત્ન વર્ધમાન તપોનિધિ પ્રવચનકાર પ.પૂ. પન્યાસપ્રવર સત્વબોધિવિજયજી મ.સા. આદિ ઠાણા પધારેલ છે. ગઇકાલે રવિવારે સવારે 8:30 કલાકથી બપોરે 1:45 સુધી સામુદાયક શક્રસ્તવ પરિપૂજનનું અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું. જે અનુષ્ઠાનમાં 45 પરિવારે ભાગ લીધેલ હતો. એક અનુષ્ઠાનમાં પરિવારના બે થી પાંચ સુધીની વ્યક્તિઓએ ભાગ લીધો હતો. આ સામુહિક પૂજનમાં 24 તિર્થંકરની સ્થાપના કરવામાં આવી હતી. ઉપરાંત દરેક પરિવારને એક-એક ભગવાનની સ્થાપના કરાવવામાં આવી હતી. પૂજનમાં ભગવાનને પાંચ અભિષેક કરવામાં આવ્યો હતો અને એક-એક અભિષેક વિશે મહારાજ સાહેબે લોકોને સમજણ આપી હતી અને જણાવ્યું હતું કે, આ પૂજન-અભિષેક સામુહિક બધા લોકો એક સાથે ઉચ્ચારણ કરી પૂજનમાં પધારેલ ભાઇઓ-બહેનો, બાળકોને સરળ ભાષામાં સમજાવેલ હતું. જેનાથી આખા વિશ્ર્વમાં જીવોના કલ્યાણ અને શાંતિ મળે. ચાલુકાળમાં લોકો ધર્મના માર્ગે વળી પોતાના આત્માનું કલ્યાણ કરી શકે તેમ સમજાવેલ હતું. મહારાજે જણાવેલ કે, ‘દેરાસરમાં ભગવાનને દર્શન કરવા જાવ ત્યારે ભગવાનના ગુનેગાર થઇ, ભગવાન પાસે પોતાના આત્મામનથી ચોધાર આંસુએ પોતાના પાપોનું પ્રાયશ્ર્ચિત કરો’ તે વિશે પણ ખૂબ સરળ રીતે સમજાવેલ હતું. આ ઉપરાંત ભગવાનના અને ભક્તના અગવાના જમાનાના પણ ઘણાં બધા ઉદાહરણ આપ્યા હતાં. આ ઉપરાંત આવતા રવિવારે તા. 8ના રોજ શહેરમાં ચાંદીબજાર ચોકમાં આવેલ મોટાશાંતિનાથ દેરાસરમાં એક સાથે 600થી વધુ મૂર્તિઓને સામુહિક પૂજન કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular