Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજશાપરમાં પૂ. ધીરગુરૂદેવનો હજારો ભાવિકોના જયનાદે ઐતિહાસિક ચાર્તુમાસ પ્રવેશ

જશાપરમાં પૂ. ધીરગુરૂદેવનો હજારો ભાવિકોના જયનાદે ઐતિહાસિક ચાર્તુમાસ પ્રવેશ

આંસુ-સાસુ-ચોમાસુ કયારે વરસે તે નકકી નહીં માટે જીવનના સત્કાર્યમાં વિલંબ કરવો નહીં : કે.ડી. કરમુર પ્રેરિત ધુંવાડાબંધ ગામ જમણમાં 5500 ભાવિકો પ્રસાદમાં જોડાયા : જન્માષ્ટમીના અમીશા નિરજ વોરા દ્વારા ધુંવાડા બંધ ગામ જમણની ઘોષણાથી હર્ષોલ્લાસ : ચાતુર્માસમાં જૈન રામાયણ પ્રવચનમાળા

- Advertisement -

સ્થાનકવાસી જૈન સંઘ અને સમસ્ત ગામના ઉપક્રમે ભાણવડ તાલુકાના જશાપરમાં ગામના જૈનમુનિ પૂ. ધીરગુરૂદેવ તથા પૂ. ગુણીબાઈ મહાસતીજી આદિ ઠાણાનો પ્રથમ જ વાર ચાતુર્માસ પ્રવેશની રંગેચંગે ઉજવણીથી સર્વત્ર ધર્મોલ્લાસ છવાયો હતો.

- Advertisement -

પ્રવેશ પૂર્વે રંજનબેન નાથાલાલ મોદી પ્રેરિત નવકારશી બાદ પ્રેમ ચબુતરાથી મુખ્ય મહેમાનો ઘોડા પર આદ્રઢ થયા બાદ કળશધારી બહેનો તેમજ દુબઇ, મસ્તક, લંડન, અમેરિકા, ગોંડલ, ઘાટકોપર, માટુંગા, વિરાર, સુરત, બરોડા, અમદાવાદ, કલકતા, ઈન્દોર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દિલ્હી, મોરબી, ભાણવડ, લાલપુર, ભાયાવદર, ઉપલેટા, જોધપુર, વિસાવદર, ધોરાજી, કલ્યાણપુર, કાટકોલા વગેરે સહિત હજારો ભાવિકો ‘જિનશાનકી કી શાન હૈ, ધીરગુરૂ મહાન હૈ ’ જય નાદે આકાશ ગુંજાવ્યું હતું.

માલિની કિશોર સંઘવી – સેવા સંકુલના પટાંગણે ડુંગર દરબારમાં અમીશા નિરજ વોરાના પ્રમુખપદે સમારોહમાં ધારાસભ્ય વિક્રમભાઈ માડમે સચિત્ર તત્વાર્થ સૂત્રનો ચડાવો 2 લાખમાં લીધા બાદ રીમોટથી વિમોચન વિધિ કર્યા ચાતુર્માસ પોથી જૈન રામાયણનો 5 લાખ 4 હજારમાં કાટકોલાના સરપંચ શિલ્પા કે.ડી.કરમુરે લઇને ગુરૂદેવના કરકમલોમાં અર્પણ કરેલ. આ ખુશાલીમાં જન્માષ્ટમીના અમીશા નિરજ વોરા તરફથી ધુંવાડાબંધ ગામજમણની ઘોષણા કરાતાં જય દ્વારકાધીશનો જય જય કાર વર્તાયો હતો. માડમનું હરેશભાઈ વોરા, મુળુભાઈ બેરાનું સતિષ એસ. મહેતાએ હાલારી પાઘડીથી સન્માન કરેલ. પ્રવિણભાઈ કોઠારી અને અનિલ મણિયારેના હસ્તે શાસન વંદના યોજાયેલ. જશવંત મણિયારે સહુને આવકાર્યા હતાં.

- Advertisement -

સેવા સંકુલ પ્રવેશ દ્વારનો 15માં ચડાવો કે.ડી. કરમુર અને જય દ્વારકાધીશ પ્રવેશ દ્વારનો એડવોકેટ દિપ્તી શૈલેશ શાહે 3માં લીધેલ હતો. જીવદયા કળશનો 12માં દક્ષાબેન મૂકેશભાઇ કામદાર, પ્રદિપભાઇ સી. ગાંધી અને વિરાજ, નિધિ શાહે લઇને ઉમંગ વધાર્યો હતો. સાધર્મિક ભક્તિ અને અષ્ટ મંગલનો લાભ ચપોચપ લેવામાં આવેલ હતો. સૂત્ર સંચાલન સંજય શાહે કરેલ હતો. હકડેઠઠ ધર્મસભાને સંબોધતા ગરુરુદેવે જણાવેલ કે, આંસુ, સાસુ, ચોમાસુ ક્યારે વરસે તે નક્કી નહીં માટે સત્કાર્યમાં વિલંબ કરવો નહીં.

જીવનને સમુધ્ધ બનાવવા આદતને બદલવા, સોબતને સુધારવા અને દાનતને બદલવા પ્રયત્ન કરશો તો ચોમાસુ સફળ જશે. શ્યામ ધંધુકીયા, માલદે ગાગલીયા વગેરેએ પાન, બીડી, તમાકુનો ત્યાગ કરી ગુરુદક્ષિણાનો પ્રારંભ કરાવેલ હતો. સમસ્ત ગ્રામજનો અને આસપાસના સેવકોની જહેમતથી 5500 જેટલા ભાવિકોએ શાંતિપૂર્વક પ્રસાદનો લાભ લીધો હતો. યુવા દાનવીર કે.ડી. કરમુર વગેરેના સહિયારા સથવારે ચાતુર્માસ પ્રવેશોત્સવ અવિસ્મણિય બની રહેલ છે. તેમ મનહરભાઇ મણિયારની યાદીમાં જણાવાયું છે. જશાપર માટે મો. 95663 33333, 93222 61124નો સંપર્ક કરવો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular