Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતજૈન આચાર્ય લોકેશજી અમેરિકન પ્રેસિડેન્શિયલ એવોર્ડથી સન્માનિત

જૈન આચાર્ય લોકેશજી અમેરિકન પ્રેસિડેન્શિયલ એવોર્ડથી સન્માનિત

- Advertisement -

‘અહિંસા વિશ્વ ભારતી’ અને ‘વર્લ્ડ પીસ સેન્ટર’ના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીને વોશિંગ્ટનમાં કેપિટોલ હિલ પર અમેરિકન રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સન્માનના ભાગરૂપે, તેમને રાષ્ટ્રપતિ પુરસ્કાર, ગોલ્ડન શિલ્ડ, સન્માનનું પ્રમાણપત્ર અને રાષ્ટ્રપતિ બિડેનની હસ્તાક્ષર ધરાવતા પ્રશસ્તિપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રમાણપત્ર અને પ્રશસ્તિપત્ર વરિષ્ઠ કોંગ્રેસમેન બ્રેડ શેરમેને વાંચ્યું હતું. અમેરિકન રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત થનાર તેઓ પ્રથમ ભારતીય સાધુ છે.

- Advertisement -

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને જૈન આચાર્ય લોકેશજીના માનવતાવાદી કાર્યની પ્રશંસા કરતાં તેમના હસ્તાક્ષરિત પ્રશસ્તિપત્રમાં જણાવ્યું હતું કે, જાહેર કલ્યાણ માટેના તમારા યોગદાન માટે હું તમને અભિનંદન આપું છું અને આ મહાન રાષ્ટ્ર અને માનવતાની સેવા માટે તમને અભિનંદન આપું છું. હું આપનું સન્માન કરતા ગૌરવ અનુભવું છું. આચાર્ય લોકેશજીના વૈશ્ર્વિક શાંતિ પ્રયાસોની પ્રશંસા કરતાં પ્રમુખ બિડેને લખ્યું, “તમારો સમય આપીને, અમે જે પડકારોનો સામનો કરીએ છીએ તેના ઉકેલો શોધવામાં મદદ કરી રહ્યાં છો. ઉકેલોની અમને પહેલા કરતાં વધુ જરૂર છે. અમે એવી ક્ષણમાં જીવીએ છીએ જેને આશા, પ્રકાશ અને પ્રેમની જરૂર છે. તમે તમારી સેવા દ્વારા ત્રણેય પ્રદાન કરી રહ્યાં છો.” રાષ્ટ્રપતિએ આગળ લખ્યું કે “અમેરિકન લોકો વતી, હું તમારા સ્વયંસેવક નેતૃત્વ માટે તમારી ઊંડી પ્રશંસા કરૂ છું અને અમેરિકન લોકોને વિશ્વાસ છે કે તમે ભવિષ્યમાં પણ આ જ રીતે માનવતાની સેવા કરવાનું ચાલુ રાખશો.”

આચાર્ય લોકેશજીએ એવોર્ડ મેળવ્યા બાદ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, અમેરિકન પ્રેસિડેન્શિયલ એવોર્ડથી સન્માનિત થવું ગર્વની વાત છે, પરંતુ તેનાથી વધુ જવાબદારી વધી છે. તેમણે કહ્યું કે આ સન્માન ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિક મૂલ્યો, ભગવાન મહાવીરના જૈન સિદ્ધાંતોનું સન્માન છે. આ મૂલ્યોના આધારે હું છેલ્લા 40 વર્ષથી માનવજાતના કલ્યાણ માટે સમર્પિત છું. ભવિષ્યમાં પણ દરેકની અપેક્ષાઓ પૂર્ણ કરવાના પ્રયાસો કરીશ.આચાર્ય લોકેશજીએ રાષ્ટ્રપતિ બિડેનનો આભાર વ્યક્ત કર્યો અને આશા વ્યક્ત કરી કે ભારત અને અમેરિકા માનવજાતના ઉત્થાન માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular