Monday, December 30, 2024
Homeમનોરંજનજયાપ્રદાને જેલ સજા

જયાપ્રદાને જેલ સજા

- Advertisement -

ફિલ્મ અભિનેત્રી અને રામપુરની પૂર્વ સાંસદ જયા પ્રદાને ચેન્નઈની એક કોર્ટે 6 મહિના જેલની સજા સંભળાવી છે. ચેન્નઈના રાયપેટામાં તેમના સ્વામિત્વવાળા એક ફિલ્મ થિયેટરના કર્મચારીઓ દ્વારા દાખલ અરજી સંબંધે તેમના પર 5000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

- Advertisement -

ફિલ્મ અભિનેત્રી અને રામપુરની પૂર્વ સાંસદ જયા પ્રદાને ચેન્નઈની એક કોર્ટે 6 મહિના જેલની સજા સંભળાવી છે. ચેન્નઈના રાયપેટામાં તેમના સ્વામિત્વવાળા એક ફિલ્મ થિયેટરના કર્મચારીઓ દ્વારા દાખલ અરજી સંબંધે તેમના પર 5000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

સિનેમા હોલને ચેન્નઈના રામ કુમાર અને રાજા બાબૂ ચલાવે છે. સમસ્યા ત્યારે શરૂ થઈ જયારે પ્રબંધન થિયેટર કર્મચારીઓના ઇએસઆઈનું પેમેન્ટ કરવામાં નિષ્ફળ રહ્યું અને તેમણે કોર્ટ તરફનું વલણ અપનાવ્યું. પછીથી એક્ટ્રેસે સ્ટાફને આખી રકમ આપવાનો વાયદો કર્યો અને કોર્ટ પાસેથી કેસ ફગાવવાની અપીલ પણ કરી.

- Advertisement -

જો કે, લેબર ગવર્નમેન્ટ ઈન્શ્યોરન્સ કોર્પોરેશનના વકીલે તેમની અપીલ પર વાંધો ઉઠાવ્યો, જેના પછી જયા પ્રદા અને આ મામલે જોડાયેલા ત્રણ અન્ય લોકોને છ મહિનાની કેદની સજા સંભળાવવામાં આવી છે. આ રીતે, પ્રત્યેકને 5000 રૂપિયાનો દંડ પણ ભરવા માટે કહેવામાં આવ્યું છે.

જયા પ્રદા બે વાર લોકસભામાં સમાજવાદી પાર્ટી તરફથી રામપુરનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યાં છે. 2004 અને 2009માં તેમણે રામપુપ સીટ પરથી કોંગ્રેસ ઉમેદવારને પટખની આપીને જીત હાંસલ કરી હતી. પછીથી સપાએ તેમને બહારનો રસ્તો બતાવ્યો અને પછી 2014ની ચૂંટણીમાં તેમણે રાલોદની ટિકિટ પર બિઝનૌરમાંથી ચૂંટણી લડી, પણ તેમણે હારનો સામનો કરવો પડ્યો. 2019માં જયા પ્રદા ફરી રામુર આવી અને ભાજપે તેમને પોતાના ઉમેદવાર બનાવ્યાં. જોકે, આ વખતે પણ તેમણે હારનો સામનો કરવો પડ્યો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular