Saturday, December 21, 2024
Homeરાજ્યગુજરાતજગત મંદિર સુરક્ષા પોલીસ અધિકારી દ્વારા કાળિયા ઠાકોરનું ગીત રીલ કરાયું

જગત મંદિર સુરક્ષા પોલીસ અધિકારી દ્વારા કાળિયા ઠાકોરનું ગીત રીલ કરાયું

તારા દ્વારે ઉભો દ્વારકાધિશ ગીતને ભક્તો સમક્ષ મુકાયું

- Advertisement -

દેવભૂમિ દ્વારકાના જગત મંદિર ખાતે સુરક્ષા વ્યવસ્થાના અધિકારી તરીકે ફરજ બજાવતા પી.આઈ. દેસાઈ દ્વારા કૃષ્ણ ભક્તિથી પ્રેરાઈને ભગવાન શ્રીકૃષ્ણ ઉપર ખાસ ગીત લખવામાં આવ્યું હતું. જેને પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા દ્વારકાધીશ મંદિરમાં ખાતે છેલ્લા આશરે દોઢેક માસથી સુરક્ષાની જવાબદારી સંભાળતા પી.આઈ. સી.એલ. દેસાઈને છેલ્લા ઘણા સમયથી વિવિધ પ્રકારના લેખનનો શોખ છે. ત્યારે સાહિત્ય પ્રેમી તેમજ લેખક એવા પી.આઈ. ચેતન દેસાઈને થોડા સમય પૂર્વે ભગવાન શ્રી દ્વારકાધિશ મંદિરની સુરક્ષા વ્યવસ્થા સમયે કાળિયા ઠાકોર પર એક ગીત લખવાની પ્રેરણા થતા તેમણે ભક્તિસભર શબ્દો સાથે “તારા દ્વારે ઉભો દ્વારકાધીશ” શીર્ષક સાથેના સુંદર ગીતની રચના કરી હતી.

- Advertisement -

આ ગીત તેમના એક કલાકાર મિત્રને ગમતા બરોડા સ્થિત ગાયક કલાકાર પિયુદાન ગઢવીએ તેમની આ કૃતિને સ્વર આપી, આ ગીત માટે અમદાવાદ ખાતે રહેતા સંગીતકાર હર્ષિલ રાણપુરાના સંગીત સાથે અંતે કર્ણપ્રિય એવા આ ગીતની રચના થઈ હતી. ભગવાન શ્રીકૃષ્ણના મહાપર્વ એવા જન્માષ્ટમીને આડે હવે થોડા જ દિવસો છે, ત્યારે દ્વારકાધીશ મંદિર સુરક્ષાના અધિકારી ચેતન દેસાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલી સુંદર કૃતિને કેસર સ્ટુડીયો દ્વારા યુટ્યુબ ઉપર મૂકવામાં આવ્યું છે. આ સુંદર ગીત રીલ થતા હવે “તારા દ્વારે ઉભો દ્વારકાધિશ” યુટ્યુબ પર સર્ચ કરીને માણી શકાય છે. આ ગીત રીલ કરતા દ્વારકાધીશ મંદિર પરિસરમાં મંદિર સુરક્ષાના મુખ્ય અધિકારી ડીવાયએસપી સમીર સારડા સાથે દ્વારકાધિશ મંદિરના પૂજારી તેમજ પોલીસ સ્ટાફએ ખાસ ઉપસ્થિત રહી અને પી.આઈ. ચેતન દેસાઈને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular