Saturday, December 6, 2025
Homeસ્પોર્ટ્સજાડેજાની સિધ્ધિ : 500 વિકેટ 5000 રન

જાડેજાની સિધ્ધિ : 500 વિકેટ 5000 રન

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી મેચ ઈન્દોરમાં રમાઈ રહી છે. આ મેચમાં ફરી એકવાર જાડેજાનો જાદુ જોવા મળ્યો હતો. આ મેચમાં જાડેજાએ વધુ એક સિદ્ધિ મેળવી હતી. જાડેજાએ ટ્રેવિસ હેડ આઉટ કરી આ ખાસ રેકોર્ડ બનાવ્યો હતો. આવું કરનાર તે બીજો ભારતીય ખેલાડી બન્યો હતો અને આ સાથે જ તે કપિલ દેવની સ્પેશિયલ ક્લબમાં જોડાયો હતો. ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ મેચના પ્રથમ દિવસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની 500 વિકેટ પૂરી કરી હતી. જાડેજાએ ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડને આઉટ કરીને આ સિદ્ધિ મેળવી હતી. જાડેજાએ ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગમાં ચાર વિકેટ ઝડપી છે. જાડેજાએ ટેસ્ટ, વનડે અને ઝ-20 સહિત 298 આંતરરાષ્ટ્રીય મેચોમાં 503 વિકેટ લીધી છે. તેણે 63 ટેસ્ટમાં 263 વિકેટ, 171 વનડેમાં 189 વિકેટ અને 64 ઝ20 મેચમાં 51 વિકેટ ઝડપી છે. જાડેજાએ પ્રથમ દિવસે ટ્રેવિસ હેડ, માર્નસ લાબુશેન, ઉસ્માન ખ્વાજા અને સ્ટીવ સ્મિથને આઉટ કર્યા હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 5000 રન અને 500 વિકેટ લેનાર જાડેજા બીજો ભારતીય ખેલાડી છે. આ પહેલા કપિલ દેવે આ સિદ્ધિ મેળવી હતી. કપિલ દેવે 356 આંતરરાષ્ટ્રીય મેચોમાં 9031 રન બનાવ્યા અને 687 વિકેટ લીધી.જાડેજા 5000 રન અને 500 વિકેટ પૂર્ણ કરનાર વિશ્ર્વનો 11મો ખેલાડી છે. જાડેજા અને કપિલ દેવ ઉપરાંત પાકિસ્તાનના વસીમ અકરમ, ઈમરાનખાન, શાહિદ આફ્રિદી, દક્ષિણ આફ્રિકાના જેક્સ કાલિસ, શોન પોલોક, ઈંગ્લેન્ડના ઈયાન બોથમ, બાંગ્લાદેશના શાકિબ અલ હસન, ન્યૂઝીલેન્ડના ડેનિયલ વેટ્ટોરી અને શ્રીલંકાના ચામિંડા વાસ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular