Tuesday, December 3, 2024
Homeરાષ્ટ્રીય7 જુલાઇથી ફરી ભૂકકા કાઢશે વરસાદ

7 જુલાઇથી ફરી ભૂકકા કાઢશે વરસાદ

જામનગર સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિવૃષ્ટિની સંભાવના: કેરળથી મહારાષ્ટ્ર સુધી ચોમાસું સુપર એક્ટિવ સ્થિતિમાં : 3 દિવસ સુધી સમગ્ર ગુજરાતને ધમરોળશે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 48 તાલુકામાં વરસાદ

- Advertisement -

મહારાષ્ટ્રથી કેરળ સુધીના દરિયાકાંઠે ખૂબજ સક્રિય ચોમાસાની સ્થિતિનું નિર્માણ થયું છે. બીજી તરફ બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ પણ સક્રિય બની છે. ત્યારે 7 જુલાઇથી ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. જે પ્રથમ રાઉન્ડથી પણ વધુ આકરો હશે. સૌરાષ્ટ્ર-ગુજરાત પર સપ્તાહના અંતે એક સાથે બબ્બે-બબ્બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે દક્ષિણ મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 9 જુલાઇ સુધી ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનો બીજો રાઉન્ડ ભુકકા કાઢે તેવું જણાઇ રહયું છે. હવામાન વિભાગ દ્વારા પણ આ દિવસો દરમ્યાન ભારે વરસાદની સંભાવના દર્શાવવમાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, પ્રથમ રાઉન્ડમાં જ જામનગર, જુનાગઢ સહિતના સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદને કારણે જનજીવનને ગંભીર અસર પહોંચી હતી. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. કેટલાક વિસ્તારોમાં તો હજુ વરસાદી પાણી ઓસર્યા નથી. ત્યાં ફરી આફત મંડરાવા લાગી છે.

- Advertisement -

રાજ્યમાં સતત બીજા દિવસે વરસાદનું જોર ઘટ્યુ હતું અને છેલ્લા 24 કલાકમાં રાજ્યના 48 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે રાજકોટ જિલ્લાના જેતપુરમાં 3 ઇંચ તેમજ જામનગરના ધ્રોલમાં બે ઈંચ જ્યારે પોરબંદરના કુતિયાણામાં સવા ઈંચ વરસાદ અને ભાવનગરના ગારિયાધારમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં ચોમાસું બેસી ગયા બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને વરસાદે ઘમરોળ્યુ હતું અને અનેક જિલ્લામાં મુશળધાર વરસાદને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે અનેક ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા અને નદી નાળા છલકાઈ ગયા હતા.

અમદાવાદમાં 35.3 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. દિવસ દરમિયાન તાપ-ઉકળાટથી લોકો ત્રસ્ત થયા હતા. હવામાં ભેજનું પ્રમાણ સવારે 88 ટકા અને સાંજે 64 ટકા હતું. અમદાવાદમાં આગામી બે દિવસ વરસાદ પડવાની સંભાવના નહિવત્ છે. ગુજરાતમાં હજુ સરેરાશ 11 ઇંચ સાથે મોસમનો 32 ટકા વરસાદ પડ્યો છે. આ સાથે જ હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ભરૂચ-સુરત, ગુરૂવારે અમરેલી-જુનાગઢ-ગીર સોમનાથ, શુક્રવારે ડાંગ-નવસારી, વલસાડ, દમણ-દાદરા નગર હવેલી-અમરેલી-ભાવનગર- ગીર સોમનાથ-દીવમાં ભારે વરસાદ પડી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular