જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં 24 કલાક દરમ્યાન સામાન્ય ઝાંપટાથી દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જેમાં કાલાવડમાં દોઢ ઇંચ અને જામજોધપુરના ધુનડા તથા લાલપુર તાલુકાના ભણગોરમાં દોઢ ઇંચ પાણી વરસ્યુ હતું. તેમજ લાલપુરમાં અડધો ઇંચ અને જામજોધપુર-જામનગર તથા જોડિયામાં સામાન્ય ઝાંપટા પડયા હતાં.
રાજયના હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં 24 કલાક દરમ્યાન જામજોધપુર તાલુકાના ધુનડા ગામમાં ધોધમાર દોઢ ઇંચ(42મીમી) વરસાદ વરસ્યો હતો. જયારે કાલાવડમાં સાંજના 4 વાગ્યા પછી ધીમી ધારે દોઢ ઇંચ પાણી આકાશમાંથી વરસ્યું હતું અને લાલપુર તાલુકાના ભણગોર તેમજ ધ્રોલમાં સવા-સવા ઇંચ વરસાદ પડયો હતો. ઉપરાંત લાલપુરમાં અડધો ઇંચ અને જામજોધુપર, જામનગર તથા જોડિયામાં સામાન્ય ઝાંપટા પડયાના અહેવાલ છે.
ઉપરાંત જામજોધપુર તાલુકામાં ધ્રાફામાં સવા ઇંચ અને સમાણા તથા પરડવામાં એક-એક ઇંચ વરસાદ વરસ્યો હતો. તેમજ શેઠવડાણા, જામવાળી, વાસજાણીયામાં અડધો ઇંચ પાણી પડયું હતું. અને કાલાવડ તાલુકાના નવાગામ, ભણસાલ બેરાજા, મોટા વડાણા, મોટા પાંચદેવડા, નિકાવામાં ઝાંપટા ઉપે અડધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને ખરેડીમાં સમાન્ય ઝાંપટું પડયું હતું. જામનગર તાલુકાના લાખાબાવળ, વસઇ અને દરેડમાં ઝાંપટા રૂપે અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. મોટી બાણુંગાર અને જોડિયા તાલુકાના હડિયાણામાં ઝાંપટા નોંધાયા હતાં. ધ્રોલ તાલુકાના લતીપરમાં અડધો ઇંચ અને લાલપુર તાલુકાના મોટા ખડબા, મોડપર અને ડબાસંગમાં જોરદાર ઝાંપટા વરસ્યા હતાં.
જામનગર જિલ્લામાં આજે સવારે છ વાગ્યા સુધીનો મોસમનો કુલ વરસાદ જામનગર શહેર 506મીમી(20ઇંચ), કાલાવડમાં 576મીમી(23ઇંચ), ધ્રોલ 551મીમી(22ઇંચ), જોડિયા 733મીમી(29ઇંચ), લાલપુર 392મીમી (16ઇંચ), જામજોધપુર 515મીમી(21ઇંચ) વરસાદ નોંધાયો છે.