અમદાવાદમાં આજે આવકવેરા વિભાગ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં શહેરના જાણીતા 6 પ્રોપર્ટી ડીલરો સહીત 24 જગ્યાએ દરોડા હાથ ધરવામાં આવ્યા છે. વહેલી સવારે 4 વાગ્યે કુલ ચાર જિલ્લાની અલગ-અલગ ટીમના 100 જેટલાં આઈટી વિભાગના કર્મચારીઓ દરોડામાં જોડાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરાની આઈ.ટી વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મોટા પાયે આર્થીક વ્યવહારો થતા હોવાની શંકાને આધારે આજે વહેલી સવારે 4 વાગ્યાથી IT વિભાગ દ્વારા ઓપરેશન શરુ કરાયું છે. અમદાવાદમાં લાંબા સમય બાદ આઈટીના દરોડાથી રિયલ એસ્ટેટ લોબીમાં સોપો થઇ ગયો છે. શહેરનાં 6 લેન્ડ ડીલરોને ત્યાં IT વિભાગ ત્રાટક્યું છે.
દિપક ઠક્કર અને યોગેશ પુજારા આઈટીની ઝપટે ચડ્યા છે. યોગેશ પુજારા એક નામાંકિત ઉદ્યોગપતિનો ભાણેજ છે.
કે.મહેતા ગ્રુપ પર પણ IT દ્વારા તવાઈ બોલાવાઈ છે.
રાજેશ વડોદરિયાના વડોદરિયા ગ્રુપ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે.
નીલા સ્પેસ, વાસુભુતિ માર્કેટિંગ,વેદ ટેકનોસર્વમાં પણ આઈટીની રેડ
કુલ 24થી વધુ સ્થળોએ દરોડાની કામગીરી ચાલી રહી છે.