આતંકવાદી સંગઠન હમાસ દ્વારા ઈઝરાયેલ પર હુમલામાં મળત્યુઆંક સતત વધી રહ્યો છે. બીજી તરફ ઈઝરાયેલ દ્વારા ગાઝા પટ્ટીમાં આતંકવાદીઓ વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીની અસર પણ દેખાઈ રહી છે. આ સંઘર્ષમાં બંને પક્ષોના અત્યાર સુધીમાં 1100થી વધુ લોકોના મોત થયા છે. ઈઝરાયેલમાં અત્યાર સુધીમાં 700થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. બીજી તરફ ગાઝા પટ્ટીમાં 400થી વધુ લોકોના મોત થયા છે.
ઇઝરાયલી સેના અને હમાસના લડવૈયાઓ વચ્ચે વિનાશક યુદ્ધ ચાલી રહ્યું છે. બંને તરફથી એકબીજા પર જબરદસ્ત હુમલા થઈ રહ્યા છે. હમાસ લડવૈયાઓના હુમલાને કારણે અત્યાર સુધીમાં ઇઝરાયેલમાં 700 થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે ઇઝરાયેલની ધરતી પર ગોળીબાર અને હવાઈ હુમલાને કારણે 572 લડવૈયાઓ અને પેલેસ્ટિનિયન નાગરિકોના મોત થયા છે. 1800 થી વધુ લોકો ઘાયલ થયા છે. હમાસે શનિવારે યુદ્ધ શરૂ કર્યું હતું અને હવે ઇઝરાયેલ હમાસ પર મોટો વળતો હુમલો કરી રહ્યું છે.
સોશિયલ મીડિયા પર જારી કરાયેલી તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે ઈઝરાયેલની સડકો પર મળતદેહોના ઢગલા છે. મળતદેહો વેરવિખેર પડેલા છે. તે જ સમયે, ઈઝરાયેલના હવાઈ હુમલાને કારણે પેલેસ્ટાઈનની ઈમારતો કાટમાળમાં ફેરવાઈ ગઈ છે. વિસ્તારના વિસ્તારો ખંડેર હાલતમાં છે, બધે ચીસો સિવાય કશું જ નથી. કોઈએ તેમની માતા ગુમાવી, કોઈએ પિતા ગુમાવ્યા અને કોઈએ પોતાનો આખો પરિવાર ગુમાવ્યો. લોકોની આંખોના આંસુ સુકાઈ ગયા છે.
બંને દેશોના નાગરિકો યુદ્ધની આગમાં સળગી રહ્યાં છે અને નાગરિકો જીવ ગુમાવી રહ્યાં છે. ગાઝાના ખાન યુનિસમાં આવેલી મસ્જિદ ઈઝરાયેલના હવાઈ હુમલામાં નષ્ટ થઈ ગઈ છે. ઘણી મસ્જિદોને નુકસાન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે ગાઝા સિટી પર આજની રાત ભારે રહેશે. લોકોને તેમના ઘરોમાં જ બંધ રહેવા અપીલ કરવામાં આવી રહી છે. બહાર બિલકુલ ન જવું. તે જ સમયે, ઇઝરાયેલ તેના નાગરિકોને ગાઝાને અડીને આવેલા શહેરોમાંથી ઝડપથી બહાર કાઢી રહ્યું છે. શહેરો અને નગરોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. ઈઝરાયેલે લોકોને બહાર કાઢવા માટે આગામી 24 કલાકનો ટાર્ગેટ રાખ્યો છે.
હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલ પર મોટી સંખ્યામાં રોકેટ છોડ્યા હતા. હમાસના આ હુમલામાં 700થી વધુ ઈઝરાયેલના નાગરિકોના મોત થયા છે. ત્યાં હજારો લોકો ઘાયલ થયા છે. હમાસના આ હુમલાનો ઈઝરાયેલની સેના જડબાતોડ જવાબ આપી રહી છે. અત્યાર સુધીમાં 450 થી વધુ પેલેસ્ટાઈનના મોત થયા છે. ઈઝરાયેલના વડા-ધાન બેન્જામિન નેતન્યાહુએ રવિવારે સત્તાવાર રીતે યુદ્ધની ઘોષણા કરી અને કહ્યું કે હમાસને એટલી ભારે કિંમત ચૂકવવી પડશે જેની તેણે કયારેય કલ્પના પણ કરી ન હતી. અમેરિકાએ ઈઝરાયેલને શકય તમામ મદદની ખાતરી આપી છે. જો કે હમાસે અમેરિકાના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. ઈઝરાયેલ ગાઝા પટ્ટી પર સતત હવાઈ હુમલા કરી રહ્યું છે. હુમલાને કારણે ઘણી જગ્યાએ આગ ફાટી નીકળી હતી. આકાશમાં ધુમાડાના વાદળો સિવાય બીજું કશું દેખાતું નથી. વિસ્તારમાં અરાજકતાનો માહોલ છે. લોકો વિચારી રહ્યા છે કે તેમના પર રોકેટ પડી શકે છે. જેના કારણે હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ દ્વારા ઈઝરાયેલ પર હુમલો કર્યા બાદ બંને દેશો વચ્ચે સત્તાવાર યુદ્ધ જાહેર કરવામાં આવ્યું છે. હમાસના આતંકવાદીઓએ શનિવારે વહેલી સવારે ઇઝરાયેલ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. આ પ્રચંડ હુમલામાં અત્યાર સુધીમાં 1100થી વધુ લોકોના મોત થયા છે. ઈઝરાયેલમાં 700થી વધુ અને પેલેસ્ટાઈનમાં 450થી વધુ લોકોના મોત થયા છે. ઘણા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે હમાસના આતંકવાદીઓ દ્વારા ઇઝરાયેલના નાગરિકોને બંધક બનાવવામાં આવ્યા છે. તેમજ હમાસના લોકો ઘરોમાં ઘુસીને હુમલા કરી રહ્યા છે.
તે જ સમયે, ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધની જાહેરાત કરતા હમાસને તેના મૂળમાંથી ખતમ કરવાની વાત કરી છે. તેમણે કહ્યું કે હમાસને આ હુમલાની ભારે કિંમત ચૂકવવી પડશે. ઈઝરાયેલે પેલેસ્ટાઈન વિરુદ્ધ ઓપરેશન સ્વોર્ડ્સ શરૂ કર્યું છે. સાથે જ હમાસે અન્ય ઈસ્લામિક દેશો અને સંગઠનોને આ યુદ્ધમાં તેમનો સાથ આપવા માટે કહ્યું છે. લેબનોનના હબીબુલ્લાએ પણ ઈઝરાયેલ પર હુમલો કર્યો છે, જેનો ઈઝરાયેલના સૈનિકોએ જડબાતોડ જવાબ આપ્યો છે. તમને જણાવી દઈએ કે હમાસના આ હુમલામાં ઈઝરાયેલ સિવાય અન્ય દેશોના નાગરિકોને પણ નુકસાન થયું છે. નેપાળ સરકારે તેના દેશના 10 વિદ્યાર્થીઓના મોતની પુષ્ટિ કરી છે. આ સિવાય યુક્રેનની એક મહિલાનું પણ મોત થયું છે.
યુધ્ધ ઇફેકટ : ભારતીય શેરબજારમાં બોલી ગયો કડાકો
પશ્ચિમ એશિયામાં ઈઝરાયલ અને પેલેસ્ટાઈનમાં ગાઝાપટ્ટીમાં સક્રિય આતંકી સંગઠન હમાસ વચ્ચે શરૂ થયેલી અથડામણ અને યુદ્ધની અસર હવે ભારતીય શેરબજારમાં પણ જોવા મળી રહી છે. આ યુદ્ધની શરૂઆત બાદ આજે પહેલીવાર ભારતીય શેરબજાર ઓપન થયું હતું અને તેની સાથે જ શરૂઆતમાં કડાકો બોલી ગયો હતો.
સેન્સેક્સ 470 પોઈન્ટના કડાક સાથે ઓપન થયો હતો. સવારે 9:20 વાગ્યાની આજુબાજુમાં સેન્સેક્સમાં 500 પોઈન્ટનો કડાકો થઈ ગયો હતો અને તે ગગડીને 65,500 પોઈન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. જોકે નિફ્ટી પણ 170 પોઈન્ટ ગગડીને 19,485 પોઈન્ટથી પણ નીચે આવી ગઇ હતી. પ્રીઓપન સેશનમાં બજારમાં ભારે ઘટાડાના સંકેત મળી રહ્યા હતા. પ્રી ઓપન સેશનમાં સેન્સેક્સ 600 પોઈન્ટ ગગડી ચૂક્યું હતું. જોકે નિફ્ટી પણ 1 ટકાના નુકસાનમાં હતી.