જામનગરમાં ગણેશ વંદનાના આયોજનો અંતિમ ચરણમાં હોય, જામનગર મહાનગરપાલિકાના બંને કુંડમાં નિયમિતપણે ગજાનનની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે .
જામનગર મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે ગણેશ વિસર્જન માટે બે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે જેમાં કુલ 1047 વિઘ્નહર્તા ની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે. રાજકોટ હાઇવે હાપા નજીક બનાવવામાં આવેલ કૃત્રિમ કુંડમાં છેલ્લા નવ દિવસ દરમિયાન કુલ 679 મૂર્તિઓનું વિસર્જન થયેલ છે. કુંડ નંબર બે હાપા માર્કેટિંગ યાર્ડ રાધિકા સ્કૂલ પાસે આ કુંડમાં કુલ 278 ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે ગણેશ વિસર્જન જામનગર મહાનગરપાલિકા દ્વારા નિર્મિત કૃત્રિમ કુંડમાં અંતિમ દિન સુધી અવિરત ચાલુ રાખવામાં આવશે. આ કૃત્રિમ કુંડમાં જ ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.