Monday, April 22, 2024
Homeસ્પોર્ટ્સવિજય હજારે ટ્રોફિમાં ઇશાન કિશનની તોફાની બેટીંગ, અનેક રેકોર્ડ સર્જયા

વિજય હજારે ટ્રોફિમાં ઇશાન કિશનની તોફાની બેટીંગ, અનેક રેકોર્ડ સર્જયા

- Advertisement -

ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશને વિજય હજારે ટ્રોફી અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી. ઇશાને ઇન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે યજમાન મધ્યપ્રદેશ સામે 94 બોલમાં 173 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 11 સિક્સ અને 19 ફોર મારી હતી. તેની કપ્તાની ઇનિંગ્સને કારણે ઝારખંડે 50 ઓવરમાં 422/9 નો સ્કોર બનાવ્યો હતો. તેના જવાબમાં મધ્યપ્રદેશની આખી ટીમ 18.4 ઓવરમાં 98 રન પર સમેટાઇ ગઈ હતી અને તેમને 324 રનના અંતરથી શરમજનક પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

- Advertisement -

ટોસ હારીને બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલી ઝારખંડની ટીમે ઓપનર ઉત્કર્ષ સિંહના રૂપમાં પ્રથમ વિકેટ જલ્દીથી ગુમાવી દીધી હતી, પરંતુ બીજો ઓપનર ઈશાન કંઈક અલગ જ મૂડમાં હતો. તેણે પહેલી ઓવરથી આક્રમક બેટિંગ કરવાનું શરૂ કર્યું. તેણે 40 બોલમાં ફિફ્ટી, 74 બોલમાં સદી અને 150 રન 86 બોલમાં જ પૂરા કર્યા હતા. 173 રન બનાવવા માટે તેણે માત્ર 94 બોલનો જ સામનો કરવો પડ્યો હતો. પોતાના છેલ્લા 71 રન ઈશને ફ્ક્ત 20 બોલમાં જ બનાવ્યા હતા.

ઇશાન ઉપરાંત વિરાટ સિંહ, અનુકુલ રોય અને સુમિત કુમારે પણ ફિફ્ટી ફટકારી હતી. પોતાની 173 રનની ઈનિંગ્સ દરમિયાન ઇશાને અનેક રેકોર્ડ પોતાને નામે કર્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular