દિવાળીની રજાઓ દરમિયાન દ્વારકાધીશ મંદિર ખાતે લોકો મોટી સંખ્યામાં ઉમટયા હતાં અને નવા વર્ષે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી આશિર્વાદ મેળવ્યા હતાં. ત્યારે રિલાયન્સના મુકેશભાઈ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના સસરા અને જાણીતા ઉદ્યોગપતિ અજયભાઈ પીરામલ તથા તેમના સાસુ સ્વાતિબેન પીરામલ પરિવાર સાથે દ્વારકાધીશના દર્શને પહોંચ્યા હતાં તેમણે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતાં તેમજ શંકરાચાર્યની મુલાકાત પણ કરી હતી. આ તકે શંકરાચાર્ય દ્વારા તેમને મોમેન્ટો આપી આવકાર્યા હતાં.
View this post on Instagram


