અમદાવાદમાં મહાનગરપાલિકા વિસ્તારમાં 6,49,000 મકાનો એવા છે જેનું ક્ષેત્રફળ 40 ચો.મી. કરતાં ઓછું છે. આ પ્રકારના મકાનોમાં જે નાગરિકો રહે છે તેણે મહાનગરપાલિકાને કોઇપણ પ્રકારનો ટેકસ, ચાર્જ કે સેસ ચૂકવવાનો રહેશે નહીં. તેઓને સંપૂર્ણ કર મૂકિત મળશે. આ પ્રકારનો નિર્ણય કરવા જઇ રહી છે, અમદાવાદ મહાનગરપાલિકા.
મહાનગરપાલિકાની સ્ટેડિંગ કમિટિની બેઠકમાં આ ઉપરાંત એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે, જે લોકો 2020-21ના જૂનની પહેલી તારીખથી ઓગસ્ટની 31 તારીખ સુધીમાં પોતાની બાકી વેરા રકમ મહાનગરપાલિકામાં જમા કરાવશે તો તેવા કરદાતાઓને 100% વ્યાજ માફી આપવામાં આવશે.
કમિટિએ ઝાયડસ હોસ્પિટલની બાજુમાં રૂા.15 કરોડના ખર્ચે મધ્યમકદની એક હોસ્પિટલ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ તથા ફિઝીયોથેરાપી સેન્ટરની ઇમારતોને 70% ટેકસ માફી આપવામાં આવશે.