Monday, January 12, 2026
Homeસમાચારરાષ્ટ્રીયગોવામાં મહિલા સાથે દુષ્કર્મ કરનાર આઇપીએસ અધિકારી સસ્પેન્ડ

ગોવામાં મહિલા સાથે દુષ્કર્મ કરનાર આઇપીએસ અધિકારી સસ્પેન્ડ

ગોવાની એક નાઈટ કલબમાં મહિલા સાથે દુષ્કર્મ કરનાર આઈપીએસ અધિકારીને સસ્પેન્ડ કરાયા છે. ગૃહ મંત્રાલયના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, અરુણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરામ અને કેન્દ્રશાસીત પ્રદેશો કેડરના 2009 બેચના આઈપીએસ અધિકારી એ.કોઆનને ‘તાત્કાલીક અસરથી’ સસ્પેન્શન હેઠળ મૂકવામાં આવ્યા છે. કારણ કે તેમની સામે વિભાગીય કાર્યવાહી કરાઈ રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, મંત્રાલયને ગોવા સરકાર તરફથી પ્રાથમીક તપાસ રિપોર્ટ મળ્યા બાદ આ આદેશ જારી કરવામાં આવ્યો છે. આદેશમાં જણાવાયું છે કે અધિકારી રાજય પોલીસ હેડકવાર્ટર સાથે જોડાયેલા રહેશે અને સસ્પેન્શનનો આદેશ અમલમાં ન આવે ત્યાં સુધી ‘સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી મેળવ્યા વિના’ મુખ્યાલય છોડશે નહીં. ડેપ્યુટી ઈન્સ્પેકટર જનરલ (ડીઆઈજી) રેન્કના અધિકારીને અગાઉ ગોવા સરકારે તેમના ચાર્જમાંથી મુક્ત કર્યા હતા અને રાજયના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ને રિપોર્ટ કરવા જણાવ્યું હતું. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે અધિકારી સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું. ગોવા ફોરવર્ડ પાર્ટી (જીએફપી) ના ધારાસભ્ય વિજય સરદેસાઈએ પણ રાજય વિધાનસભામાં આ મુદો ઉઠાવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular