Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજીએસટીને સરળ બનાવવા સીએઆઇટી ડેલિગેશન સીબીઆઇસીના અધ્યક્ષને મળ્યું

જીએસટીને સરળ બનાવવા સીએઆઇટી ડેલિગેશન સીબીઆઇસીના અધ્યક્ષને મળ્યું

- Advertisement -

જીએસટીને સરળ બનાવવા અને વેપારીઓને પડતી મુશ્કેલીઓ અંગે સીએઆઇટીનું ડેલિગેશન સીબીઆઇસીના અધ્યક્ષને મળ્યું હતું અને વિવિધ મુદ્દાઓ અંગે રજુઆત કરી હતી. સીબીઆઇસીના અધ્યક્ષ વિવેક જોહરીની સાથે મિટિંગ યોજાઇ હતી. આ મિટિંગમાં પ્રવિણભાઇ ખંડેવાલજી તેમજ સીએઆઇટીના જીએસટી કમિટી ચેરમેન પૂનમબેન જોશી વગેરે પ્રતિનિધિઓ જોડાયા હતાં અને જીએસટીના અનેક મહત્વપૂર્ણ મુદ્ાઓ પર કાયદા અને નિયમોની ચર્ચા કરી હતી અને મેમોરેન્ટમ સુપ્રત કર્યું હતું.

- Advertisement -

સીએઆઇટીએ સૂચન કર્યું કે, જીએસટીના અમલીકરણ પર દેખરેખ રાખવા અને વેપારીઓની ફરિયાદોના ઝડપી નિવારણ માટે દરેક જિલ્લામાં ટેકસ અધિકારીઓ અને વેપારી પ્રતિનિધિઓનો સમાવેશ કરતી સંયુક્ત જીએસટી સમિતિની રચના કરવી યોગ્ય રહેશે.

ખંડેલવાલે વધુમાં જણાવ્યું હતું કે, જીએસટી લાગુ થયાને લગભગ 5 વર્ષ થઇ ગયા છે અને સરકાર અને કરદાતાઓ બંનેએ જીએસટી ટેકસ સિસ્ટમના ફાયદા અને ગેરફાયદાનો અનુભવ કર્યો છે. જો જીએસટી કાઉન્સિલ તેને સૌથી વધુ સ્વિકાર્ય કર પ્રણાલી બનાવવા માટે હિતધારકો સાથે પરામર્શ કરીને કાયદાઓ અને નિયમોની નવેસરથી સમીક્ષા કરે તો તે યોગ્ય રહેશે. જીએસટીના કેટલાંક મૂખ્ય અને મહત્વપૂર્ણ મુદ્દાઓનો ઉલ્લેખ કરતા. ખંડેલવાલે જણાવ્યું હતું કે, અત્યાર સુધી ન તો કેન્દ્રીય સ્તરે અને ન તો રાજ્યસ્તરે કોઇ એપેલેટ ટ્રિબ્યુનલની રચના કરવામાં આવી નથી. જેના પરિણામે વેપારીઓને એટલી હદે અસુવિધા થઇ છે કે, વેપારીઓને મોંઘી અને સમય માગી લે તેવી કોઇપણ નાની ભૂલ કે બાદબાકી માટે પણ કાયદેસરનો સહારો લેવો પડે છે. તેમજ નેશનલ એડવાન્સ ગવર્નન્સ ઓથોરીટીની ગેરહાજરીમાં એક જ કોમોડિટી પર અલગ અલગ ટેકસના દરો લાદવામાં આવ્યા છે. તેથી આ બંને સત્તા મંડળોની રચના વહેલી તકે કરવામાં આવે. રજીસ્ટ્રેશન રદ કરવું અને બેંક ખાતાની અસ્થાયી જોડાણ મનસ્વી છે અને તેને અટકાવવી જોઇએ. ચલનની તારીખ ટેકસની ચૂકવણીનો દસ્તાવેજ હોવો જોઇએ અને ફોર્મ જીએસટીઆર-3બી નહીં ટેકસની પ્રાપ્તિ અને મોડી ચૂકવણી પર વ્યાજનો દર 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવામાં આવે.

- Advertisement -

સીએઆઇટી પ્રતિનિધિ મંડળે રૂા. 1000થી ઓછી કિંમતના કાપડ અને ફૂટવેર પર 5 ટકા ટેકસના પુન:વર્ગીકરણ અને ઓટો સ્પેરપાર્ટસ અને પીણાની વસ્તુઓ સહિત અન્ય વસ્તુઓ પર 28 ટકા ટેકસ સ્લેબ પર ભાર મૂકયો હતો.

સીએઆઇટીએ એમ પણ જણાવ્યું હતું કે, બ્રાન્ડેડ ખાદ્ય ઉત્પાદનો પર 12 ટકા ટેકસ અને નોન ગ્રાન્ટેડ ખાદ્ય ઉત્પાદનો પર 5 ટકા કર-દર મુંઝવણ પેદા કરી રહ્યો છે અને તેથી આ વસ્તુઓ આવશ્યક વસ્તુઓમાં આઇસ્ક્રીમના દરમાં ઘટાડો અને આઇસ્ક્રીમ ઉત્પાદકોને કમ્પોઝિશન સ્કીમના મળવી જોઇએ કેરીના 595 5 ટકા ટેકસ અને અનફ્રાઇડ ફાઇસના દર પર 0 ટકા હેઠળ ટેકસ લાદવા અંગે વધુ સ્પષ્ટતા જરુરી છે તેમ જામનગર વેપારી મહામંડળના પ્રમુખ સુરેશ તન્નાની યાદી જણાવેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular