જામનગર શહેરમાં જૈન સમુદાય દ્વારા પર્વાધિરાજ મહાપર્વ પર્યુષણની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે.
મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણકની ઉજવણી કરવામાં આવ્યા બાદ પર્યુષણ પર્વના પાંચમાં દિવસે ભગવાન મહાવીર સ્વામીના જન્મ પહેલાં તેમની માતાને ગર્ભાવસ્થા વખતે આવેલા 14 સ્વપ્નનું વાંચન કરવામાં આવ્યું હતું તેમજ દેરાસરોમાં માતા ત્રીશલાને આવેલા 14 સ્વપ્ન ઉતારાયા હતાં અને જૈન શ્રાવક-શ્રાવિકાઓની ઉપસ્થિતિમાં માતા ત્રીશલાને આવેલા 14 સ્વપ્નની ઉછામણી કરવામાં આવી હતી. પર્યુષણ પર્વ નિમિત્તે દેરાસરોમાં મહાવીર ભગવાનના નયનરમ્ય આંગીના દર્શન યોજાઈ રહ્યા છે. જેના દર્શન કરવા જૈન શ્રાવક-શ્રાવિકાઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યાં છે.