ટી. એન.એ.આઈ લોકલ બ્રાન્ચ, જી જી સરકારી હોસ્પિટલ, જામનગર દ્વારા તા. 12 ના રોજ “આંતરરાસ્ટ્રીય નર્સિસ દિવસ 2024” નિમિત્તે જામનગર જિલ્લા ખાતેની વિવિધ આરોગ્ય સંસ્થાઓ ખાતેથી વર્ષ-2023-24 માં વય નિવૃત થયેલ નર્સિંગ કર્મચારી/અધિકારીઓના અને સરકારી નર્સિંગ કોલેજ જામનગર અને એ.એન.એમ તાલીમશાળા અલિયાબાળા, જી જામનગરના વર્ષ-2023/24 ના અલગ અલગ નર્સિંગ અભ્યાસક્રમોના તેજસ્વી નર્સિંગ વિધ્યાર્થીઓના સન્માન સમારોહ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને એમ પી શાહ મેડીકલ કોલેજના ડીન ડો. નંદિની દેસાઇ, ગુરુ ગોબિદસિંઘ સરકારી હોસ્પિટલના આર. એમ.ઓ ડો. પ્રમોદ સકશેના, સરકારી નસિર્ર્ંગ કોલેજના પ્રિન્સીપાલ જીતેન્દ્ર ચૌહાણ, એએનએમ તાલીમ શાળા અલિયાબાડાના ફિલોમીના પારધી, જી. જી. હોસ્પિટલના ઇન્ચાર્જ નર્સિંગ અધિક્ષક રેણુકા પરમાર, પૂર્વ કારોબારી સભ્ય અને એડવાઈજર ટી.એન.એ.આઈ લોકલ બ્રાન્ચના ધર્મેન્દ્ર રાવલ, વાઇસ પ્રેસિડેન્ટ ટી.એન.એ.આઈ ગુજરાત રાજ્ય બ્રાંચ ટવીન્કલ ગોહેલ તેમજ ખાનગી નર્સિંગ શૈક્ષણિક સંસ્થાઓના ટ્રસ્ટીઓ/પ્રતિનિધિઓ, નર્સિંગ પરિવારના વિદ્યાર્થીઓ, નર્સિંગ શૈક્ષણિક ફેકલ્ટી, વગેરેની હાજરીમાં સફળતાપૂર્વક નર્સિસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. નર્સિંગ વિધ્યાર્થીઓ, નર્સિંગ કર્મચારીઓ અને પરિવારના સભ્યોએ નૃત્ય, ગાયન, વાજિત્ર વાદન, સ્પીચ જેવા સાંસ્કૃતિક પર્ફોમન્સ આપી એક સંગીતમય સાંજનો આનંદ લીધો હતો. માધવ ડાન્સ એકેડેમી, જામનગરના માધવ પંડયા અને સંગીતા શાહ દ્વારા જજિંગ કરી આ પર્ફોમનસીસ માંથી બેસ્ટ સ્પર્ધક તરીકે બેસ્ટ સોલો અને બેસ્ટ ગ્રુપ એમ ઇનામો આપવામાં આવ્યા હતાં.