જામનગર શહેર અને જિલ્લામાં ફરજ બજાવી રહેલા પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ સહિતના 28 કર્મચારીઓની જિલ્લા પોલીસવડા દ્વારા બદલી કરવાના આદેશ કરાયા છે.
મળતી વિગત મુજબ, જામનગર જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય દ્વારા જામનગર શહેર અને જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલોની બદલીના આદેશ કરાયા છે. જેમાં શહેરના સીટી એ ડીવીઝનમાં ફરજ બજાવતા અનાર્મ પો.કો. હરવિજયસિંહ જશવંતસિંહ જાડેજાને જોડિયા, અનાર્મ હેકો નરેન્દ્રસિંહ ફતેસિંહ જાડેજાને હેડ કવાર્ટરમાં રાઈટર હેડ તરીકે તથા અનાર્મ મહિલા એએસઆઈ પી.આર.ગામીતને હેડકવાર્ટર ખાતે તેમજ સીટી બી ડીવીઝનમાં ફરજ બજાવતા અનાર્મ પો.કો. કિશોર રવજીભાઈ પરમાર, શિવભદ્રસિંહ મહોબતસિંહ જાડેજાને એલસીબીમાં, અનાર્મ પો.કો. ભવદીપસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજાને કાલાવડ ટાઉન તથા અનાર્મ પો.કો. જગદીશ લખુભાઈ ગાગીયાને મેઘપર, અનાર્મ હેકો રાજેશ કે.મકવાણા ની એસઓજીમાં બદલી કરવામાં આવી છે.
ઉપરાંત સીટી સી ના અનાર્મ હેકો હિતેશ ખોડુભાઈ ચાવડાને એસઓજી તથા પોલીસ હેડકવાર્ટરમાં ફરજ બજાવતા યુવરાજસિંહ જે. ગોહિલને સીટી એ માં, રમેશ આર. બાવળિયાને એસસીએસટી સેલ ડીવાયએસપી કચેરી તથા આર્મ પો.કો. કુલદીપસિંહ સી. જાડેજાને કાલાવડ ગ્રામ્યમાં, અનાર્મ લોકરક્ષક ખીમશીકુમાર જી. ડાંગરને સીટી સી માં તથા જામજોધપુરમાં ફરજ બજાવતા અનાર્મ પો.કો. રાકેશ બી. ચૌહાણ ને એલસીબી અને કાલાવડના અનાર્મ પો.કો. યજુર્વેન્દ્રસિંહ એમ. વાળાને સીટી બી માં, પંચ બી ના અનાર્મ એએસઆઈ પરેશ એ ખાણધરને પોલીસ હેડકવાર્ટર તથા કાલાવડ ગ્રામ્યના મહિલા આર્મ લોકરક્ષક મીતલ જે.સાવલિયાને જોડિયા, કાલાવડ ટાઉનના અનાર્મ હેકો ઘેલુગર પી.ગુસાઈ ને સીટી સી પોલીસ સ્ટેશનમાં તથા એસઓજીમાં અનાર્મ હેકો દોલતસિંહ હેમતસિંહ જાડેજા અને સંજયભાઈ ડાયાભાઈ પરમારને સીટી બી માં અને ઘનશ્યામ ડેરવાડિયાને સીટી સી ડીવીઝનમાં તથા કાલાવડ ગ્રામ્યના અનાર્મ હેકો શોભરાજસિંહ ગુમાનસિંહ જાડેજાને એસઓજીમાં, કાલાવડ ટાઉનના રાઇટર હેડ અનાર્મ એએસસાઈ ભરત એન. સુવારિયાને પોલીસ હેડકવાર્ટર, જામજોધપુરના અનાર્મ હેકો પ્રતિપાલસિંહ જીતુભા જાડેજાને પંચ બી માં, ધ્રોલના અનાર્મ હેકો ક્રિપાલસિંહ ચંદ્રસિંહ જાડેજાને પંચ બી માં, મેઘપરના અનાર્મ એએસઆઈ આર.એસ. કણોજીયા ને સીટી સી માં તથા બેડી મરીનના અનાર્મ હેકો મહેન્દ્રસિંહ વનરાજસિંહ ચુડાસમા ને સીટી સી માં તથા લાલપુરના અનાર્મ હેકો અશોક જગદીશ સિંહલા ની સીટી સી પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.