Sunday, December 22, 2024
Homeરાજ્યલૂંટના ઈરાદે હત્યા નિપજાવી લાશને કૂવામાં ફેંકી દીધી

લૂંટના ઈરાદે હત્યા નિપજાવી લાશને કૂવામાં ફેંકી દીધી

સોનાનો ચેઈન લૂંટવા બે ભાઈઓએ મહિલાની મદદથી યુવાનને બેશુદ્ધ કરી ગળેટૂંપો આપી દીધો : પૂરાવાનો નાશ કરી લૂંટ અને હત્યાના બનાવમાં મહિલા સહિત ત્રણની ધરપકડ : પોલીસે લૂંટ અને હત્યાનો ભેદ ઉકેલ્યો

- Advertisement -

દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના આંબરડી ગામમાં રહેતા યુવાનની લૂંટના ઈરાદે હુમલો કરી સોનાના ચેઈનની લૂંટ ચલાવી લાશને કૂવામાં નાખી દીધાની અરેરાટીજનકની ઘટનામાં પોલીસે બે કૌટુંબિક હત્યારાઓની ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલવામાં મહત્વની સફળતા સાંપડી હતી.

- Advertisement -

હત્યાના બનાવની વિગત મુજબ, દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના આંબરડી ગામમાં રહેતા રાણાભાઈ ભીખાભાઈ સાદિયા (ઉ.વ.37) નામના યુવાન ગળામાં આશરે એક લાખની કિંમતનો સોનાનો ચેઈન પહેરતો હોય, જેની જાણ કૌટુંબિકોને હતી અને તેના કૌટુંબિક મહેશ તથા હિતેશ નામના ભાઈઓને પૈસાની જરૂર હોય જેથી મહેશ અને હિતેશ મનસુખ સાદિયા તથા સબરીબેન ચીમન સાદિયા નામના ત્રણ શખ્સોએ પૂર્વઆયોજીત કાવતરુ રચી રાણા પાસેથી ચેઈનની લૂંટ કરવા માટે તેને મહેશે તેના ઘરે બોલાવ્યો હતો અને તે દરમિયાન રાણાભાઈના માથામાં પિતળનો કળશિયો મારતા બેશુદ્ધ થઈ ઢળી પડેલા રાણાભાઈને દોરડા વડે ગળેટૂંપો આપી હત્યા નિપજાવી હતી. ત્યારબાદ મૃતકના ગળામાંથી રૂા. 1 લાખ 20 હજારની કિંમતનો ત્રણ તોલાનો સોનાનો ચેઇન લૂંટી લીધો હતો અને ત્રણેય હત્યારાઓએ પૂરાવાનો નાશ કરવા માટે મૃતકના હાથ-પગ બાંધી દઈ બાઈક પર લઇ વાડીએ જવાના રસ્તામાં આવતા અવાવરુ કૂવામાં લાશને ફેંકી દીધી હતી.

લૂંટ માટે કરાયેલી હત્યામાં પોલીસવડા સુનિલ જોશીની સૂચનાથી ડીવાયએસપી હરેન્દ્ર ચૌધરી તથા સ્ટાફે આ બનાવમાં મહેશ અને હિતેશ નામના ભાઈઓની આકરી પૂછપરછ કરતા બન્ને ભાંગી પડયા હતાં અને સબરીબેન સાથે હત્યાનું કાવતરુ રચી લૂંટ ચલાવી લાશને કૂવામાં ફેંકી દીધાની કેફિયત આપી હતી. જેથી પોલીસે મહિલા અને બે ભાઈઓ સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી મૃતકની પત્ની જસુબેનની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular