દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદર માં ગઈ કાલે સાંજથી સલાયા મરીન પોલીસ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવેલ હતું.જેમાં બોટ ના પરવાના તેમજ બોટની અંદર ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું.બંદર ઉપર મરીન પોલીસ અને એસોજીનાં સયુંકત ચેકિંગ કરવામાં આવેલ હતું.જેમાં બોટના નંબર તેની સાઈઝ અને અંદરના બરફના ખાના તેમજ ડ્રાઇવર કેબિન જેવા બોટનાં ખૂણે ખૂણા તપાસ્યા હતા. બોટ નિયમ અનુસાર છે કે નહિ એ પણ ચેક કરવામાં આવેલ હતું. તેમજ બોટમાં જતા માછીમારોને પણ પૂછપરછ કરવામાં આવી હતી. તેમજ દરિયામાં કોઈ અજાણી હિલચાલ જણાઇ તો તુરંત પોલીસને જાણ કરવા સૂચના આપી હતી. આ ચેકીંગ સલાયા મરીન પોલીસ પી.આઇ.સિંગરખીયા સાહેબના અધ્યક્ષતા યોજયું હતું.