Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાતબજેટમાં ફાળવાયેલા નાણાં 15 દિવસમાં રિલીઝ કરવા સૂચના

બજેટમાં ફાળવાયેલા નાણાં 15 દિવસમાં રિલીઝ કરવા સૂચના

કેબિનેટ બેઠકમાં પીવાના પાણીની સમસ્યાનું નિવારણ, સિંચાઇના પાણી અનામત જગ્યાની સમીક્ષા કરાઇ

- Advertisement -

રાજ્યની જનતાની સુખાકારી માટે ફાળવાયેલા બજેટના નાણાં 15 દિવસમાં રિલીઝ કરવાની સ્પષ્ટ સૂચના રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આપી છે. કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે કરેલા નિર્ણય અંગેની વિગતો આપતા સરકારના પ્રવક્તા જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, વિધાનસભાગૃહમાં રાજય સરકારે 3 માર્ચના રોજ બજેટ રજૂ કર્યું હતું.

- Advertisement -

ત્યાર બાદ આ પ્રથમ વખત વિધાનસભા સત્ર બાદ કેબીનેટ બેઠક યોજાઇ હતી. આ કેબિનેટમાં બજેટ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને તમામ મંત્રીઓ અને અધિકારીઓને સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતા જ્યારે વિપક્ષ દ્વારા આપવામાં આવેલ સુચનોને પણ ખાસ ધ્યાનમાં લેવામાં આવ્યા હોવાનું નિવેદન જીતુ વાઘાણીએ કર્યું છે.

આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે તમામ વિભાગના મંત્રીઓ અને અધિકારીઓને સૂચના આપી છે કે બજેટ પછી વહીવટી પ્રક્રિયા ઝડપથી પૂરી કરીને જનતાની સુખાકારી માટેનું બજેટ નાણાં રિલીઝ કરવા માટે તેમજ તેનો લાભ જનતાને ઝડપથી મળે તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી હોવાનું જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું.

- Advertisement -

આ ઉપરાંત તેમણે પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે સરકારે કરેલા નિર્ણય અંગેની વિગતો આપતા કહ્યું હતું કે આજની કેબિનેટ બેઠકમાં સિંચાઈના પાણીની અનામત જગ્યા ની સમીક્ષા કરવામાં આવી હતી જોકે છેલ્લા ચાર દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં 2120 એમએલડી ની ડીમાન્ડ થઈ છે. જેની સામે સરકારે 3500એમએલડી ની વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે પાણી પુરવઠા મંત્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં સિંચાઈ ના પાણીની સમીક્ષા બેઠક મળશે જેમાં રાજ્યમાં પાણીની અછત વર્તાય નહીં તે અંગે આગોતરા આયોજનોની સમીક્ષા કરવામાં આવશે તેમ જણાવ્યું છે. જ્યારે ચણાની ટેકાના ભાવે થતી ખરીદી પ્રક્રિયા અંગેની વિગતો આપતા જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે 2 લાખ મેટ્રિક ટન ચણા ની ખરીદી ટેકના ભાવે કરવામાં આવી છે. જોકે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કુલ 25 લાખ ટન ઉત્પાદન હોવાની શક્યતાઓ સેવાઇ રહી છે આ ઉપરાંત ભારત સરકાર પાસે વધુ 4.65 લાખ મેટ્રિક ટન ચણા ની વધુ ખરીદી કરવા માટેની મંજુરી માંગવામાં આવી હોવાનો સ્વીકાર કર્યો હતો. ઉપરાંત તેમણે કહ્યું હતું કે, ગુજરાત સરકારે ઉનાળાના દરમિયાન મૂંગા પશુઓની પણ ચિંતા કરી છે અને તે માટે સંભવત: રાજ્યમાં અછતના એંધાણ વર્તાય તો મૂંગા પશુઓ માટે 6.95 લાખ કિલો ઘાસચારો અનામત કરવામાં આવ્યો છે. જેમાં જ્યારે જરૂર પડશે ત્યારે ઘાસ ડેપો ખોલીને ઘાસચારો આપવાનું આયોજન કેબિનેટ બેઠકમાં કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular