કર્ણાટકએન્ટી કરપ્શન બ્યુરો (ACB) નો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયો છે. એસીબીએ કલબુર્ગીમાં PWDના જુનિયર એન્જિનિયરના ઘરે દરોડો પાડ્યો અને 54 લાખ રૂપિયાની રોકડ રિકવર કરી. એન્જિનિયરે તેમાંથી 13 લાખ રૂપિયા તેના ઘરની ડ્રેનેજ પાઇપમાં છુપાવી દીધા હતા. જ્યારે એસીબીની ટીમે પાઇપમાં લોખંડનો લાંબો સળીયો નાખ્યો તો પૈસાના બંડલો નીકળવા લાગ્યા. અને ડોલમાં પૈસા ભર્યા.
#india #karnataka #news #ACB #video #ખબરગુજરાત
કર્ણાટકના કલબુર્ગીમાં જુનિયર ઈજનેરના ઘરે દરોડા દરમિયાન ACBએ દરોડા પાડતા તેના ઘરમાં ડ્રેનેજની પાઈપ માંથી 13 લાખ રૂપિયા નીકળ્યા
for more details visit our website https://t.co/jxHjz1fmvq pic.twitter.com/y783lQ7crj
— Khabar Gujarat (@khabargujarat) November 25, 2021
એસીબીએ ગઈકાલે કલબુર્ગીમાં રહેતા શાંતાગૌડાના ઘરે દવાજો ખખડાવતા તેણે દરવાજો ખોલવામાં 10મિનીટ લગાડી અને એસીબીને શક ગયો એ જુનીયર ઈજનેરે ક્યાક પૈસા છુપાવ્યા છે. બાદમાં એસીબીએ પ્લબ્મરને બોલાવ્યો અને પીવીસીનો પાઈપ કાપતા તેમાંથી ૧૩લાખ રૂપિયાની ચલણી નોટો નીકળી.