Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજી. જી. હોસ્પિટલમાં દિલ્હીની NABHની ટીમનું ઈન્સ્પેકશન - VIDEO

જી. જી. હોસ્પિટલમાં દિલ્હીની NABHની ટીમનું ઈન્સ્પેકશન – VIDEO

સરકારી હોસ્પિટલને માપદંડ મુજબ રેટિંગ મળે તે માટે મુલાકાત : દિલ્હીથી ત્રણ સભ્યોની ટીમ દ્વારા જુદા-જુદા વોર્ડનું નિરીક્ષણ : જામનગરના સુપ્રિટેન્ડેન્ટ સહિતના તબીબોની ટીમ ઉપસ્થિત

- Advertisement -

સૌરાષ્ટ્રની સૌથી મોટી અને ગુજરાતની બીજા નંબરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સુવિધાઓ અંગે રાષ્ટ્રીય કક્ષાની સ્ટાન્ડર્ડ રેટિંગ સંસ્થા એનએબીએચની ટીમ દ્વારા આજે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેના ઇન્સ્પેક્શન બાદ તૈયાર થયેલા રિપોર્ટના આધારે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલને યોગ્યતાના માપદંડો અંગેનું સર્ટિફિકેટ આપવાનું નકકી કરાશે.

- Advertisement -

નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ એન્ડ હેલ્થ કેર પ્રિવાઈડરના ડો.પ્રશાંત ઠોકે, ડો. શરદ શિરોલે, ડો. ઉજ્જવલા નિકાલજે સહિતના અધિકારીઓની ટીમ જામનગર આવી પહોંચી હતી અને જી.જી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. દીપક તિવારી, ડો. અજય તન્ના, ડો. હેમાંગ વસાવડા દ્વારા સ્વાગત કરાયું હતું. ત્યારબાદ દિલ્હીની આ ટીમ દ્વારા જી.જી. હોસ્પિટલના 700 બેડ સાથેના નવા વોર્ડ, ઉપરાંત બાળકો માટેના 200 બેડની સુવિધા વાળા વિભાગ, કેન્સર વિભાગ સહિતના અલગ અલગ વોર્ડની મુલાકાત લેવામાં આવી હતી તથા જી.જી. હોસ્પિટલમાં કેસ નોંધાવવાથી લઈને દાખલ થનાર દર્દીઓને અપાતી સારવાર તેમજ અલગ અલગ વિભાગોમાં ચાલી રહેલી આરોગ્ય વિષયક કામગીરીની પ્રક્રિયાઓ તેમજ જુદા-જુદા વોર્ડમાં દર્દીઓ માટેની સુવિધા, તથા સારવાર માટે આવનારા દર્દીઓની સુખાકારીની વ્યવસ્થા સહિતની માળખાગત પ્રાથમિક સુવિધા સહિતની બાબતોનું સર્વે કરીને તેનો સર્ટીફીકેટ આપતી સંસ્થાના અધિકારીઓની ટીમ જી.જી. હોસ્પિટલના જુદા જુદા વોર્ડ અને વિભાગમાં ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું .

- Advertisement -

આ NABH ની ટીમ દ્વારા હોસ્પિટલની તમામ સુવિધાઓ અને સેવાઓનું બારીકીથી નિરીક્ષણ કરશે અને તેના આધારે માર્ક આપશે અને જામનગરની હોસ્પિટલનું સ્તર નક્કી કરશે. આ ટીમ હોસ્પિટલની મુલાકાતે હોવાથી હોસ્પિટલના અધિક્ષક, તમામ ફેકલ્ટીના HOD, નર્સિંગ સ્ટાફ સહીત તમામ હોપિટલના અધિકારીઓ હાજર રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular