જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં કેટલાક વિક્રેતાઓ દ્વારા શંકાસ્પદ નશાકારક કેફી પીણાંની બોટલોનું જાહેરમાં વેચાણ કરતા હોવાનું ધ્યાનમાં આવી રહ્યું છે દરમિયાન એસઓજી શાખાની ટુકડીએ જગા ગામમાં એક દુકાનમાંથી 133 નંગ શંકાસ્પદ નશાકારક પીણાંની બાટલીનો જથ્થો પકડી પાડ્યો છે અને એક શખ્સની પૂછપરછ હાથ ધરી છે.
જામનગર તાલુકાના જગા ગામમાં ઉમિયા પાન નામની દુકાનમાં શંકાસ્પદ નશાકારક પીણાં ની જુદી જુદી બ્રાન્ડ ની બાટલીનો જથ્થો સંગ્રહ કરાયો હોવાની માહિતીના આધારે એસઓજી શાખાની ટુકડી એ દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન દુકાનમાંથી 133 નંગ શંકાસ્પદ મનાતી નશાકારક બાટલીઓનો જથ્થો મળી આવ્યો હતો. જે એસઓજી શાખાની ટીમ દ્વારા કબ્જે કરી લેવામાં આવ્યો છે અને ઉમિયા પાનની દુકાનના સંચાલકની પૂછપરછ કરવામાં આવી રહી છે.