ફરિયાદી વલ્લભભાઇ નાથાભાઇ હરવરાએ આરોપી દુર્લભજી ભગવાનજી ચાંદ્રા સામે રૂા. 1,50,000ના ચેક રિટર્નનો કેસ કર્યો હતો. આ કામના આરોપીનો મુખ્ય બચાવ એ હતો કે, આ કામના ફરિયાદીને રૂા. 15000નો ચેક આપેલ હતો અને ફરિયાદીએ ચેકમાં ‘0’નો ઉમેરો કરી આ ચેકમાં મટિરીયલ એલ્ટરનેશન કરી રૂા. 1,50,000 કરવામાં આવ્યા હતાં. મજકૂર ચેક અદાલત મારફત એફએસએલમાં મોકલતા એફએસએલ દ્વારા તેમના રિપોર્ટમાં જણાવેલ કે, ચેકમાં ‘0’નો ઉમેરો કરવામાં આવેલ છે. બચાવ, દલિલ તથા ચુકાદાઓ ધ્યાને લઇ અદાલતે હુકમમાં જણાવેલ છે કે, જ્યારે ચેકમાં મટિરીયલ અલ્ટરનેશન કરવામાં આવેલ હોય ત્યારે નેગોશીયેબલ એકટની કલમ-87 મુજબ ચેક રિટર્નનો ગુનો લાગુ ન પડે આથી આ કામના આરોપીને ચેક રિટર્નના કેસમાંથી નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ પાંચમા એડી. ચીફ જ્યુડી. મેજી. આર.બી. જોશીએ કર્યો છે. આ કામમાં આરોપી તરફે વકીલ ધર્મેન્દ્ર જે. નડિયાધારા રોકાયેલ હતાં.