જામજોધપુર તાલુકાના પરડવા ગામની સીમમાં આવેલા ખેતરમાં મજૂરી કામ કરતા યુવાનનો પુત્ર રમતાં-રમતાં પાણીની મોટરના સ્ટાર્ટરમાં અડી જતાં વીજશોક લાગતા મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, મધ્યપ્રદેશના માલપુરા ગામના વતની અને હાલ જામજોધપુર તાલુકાના પરડવા ગામની સીમમાં આવેલી સંજયભાઈ ઓડેદરાની વાડીમાં ખેતમજૂરી કરતાં મેતાબભાઈ જામસિંહ બડોલે નામના યુવાનનો પુત્ર આનંદ નામનો બાળક બુધવારે સવારના સમયે તેના ખેતરમાં રમતો હતો તે દરમિયાન પાણીની મોટરના સ્ટાર્ટરમાં અડી જતાં વીજશોક લાગતા બેશુદ્ધ હાલતમાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા મેતાબભાઈ દ્વારા જાણ કરાતા હેકો વી.પી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.