જામનગર શહેરના લીમડાલાઈન વિસ્તારમાં આવેલી ચા ની હોટલ સામે ફૂટપાથ પર અજાણ્યા વૃધ્ધનું પડી જવાથી માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં લીમડાલાઈન વિસ્તારમાં આવેલી ચા ની હોટલ સામે મોબાઇલની દુકાનની ફૂટપાથ પર આશરે 60 વર્ષના અજાણ્યા પુરૂષને પડી જવાથી માથામાં તથા ડાબા હાથમાં ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત વૃધ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું સારવાર દરમિશયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે ડો. રાધિકાબેન દ્વારા જાણ કરાતા હેકો જે.એચ.મકવાણા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.