Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં આયુર્વેદિક શરીર શુધ્ધિકરણ શિબિરનો પ્રારંભ - VIDEO

જામનગરમાં આયુર્વેદિક શરીર શુધ્ધિકરણ શિબિરનો પ્રારંભ – VIDEO

અખિલ ભારતીય પરંપરાગત વનૌષધિ પ્રશિક્ષિત વૈદ્ય મહાસંઘ, આયુષ ઇન્ટરનેશનલ મેડિકલ એસોસિએશન તથા આકાશ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જામનગરના ઉપક્રમે આયોજ : 4 દિવસીય શિબિરમાં લોકોને આયુર્વેદિક ઋષિ પરંપરા મુજબ નિદાન, સારવાર કરવામાં આવશે

- Advertisement -

જામનગર શહેરમાં અખિલ ભારતીય પરંપરાગત વનૌષધિ પ્રશિક્ષિત વૈદ્ય મહાસંઘ, આયુષ ઇન્ટરનેશનલ મેડિકલ એસોસિએશન તથા આકાશ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જામનગરના સંયુકત ઉપક્રમે 4 દિવસીય આયુર્વેદ શરીર શુધ્ધિકરણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 20 થી વધુ પારંપરિક વૈદ્ય દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહયું છે. તેમજ એકયુપ્રેશર, સુજોકપધ્ધતિ તથા મેગ્નેટ પધ્ધતિથી સારવાર આપવામાં આવી રહી છે.

- Advertisement -

જામનગર શહેરમાં બાયપાસ સાંઢિયાપુલ પાસે આવેલ આકાશ પબ્લિક સ્કુલમાં તા.23 થી 26 મે દરમ્યાન અખિલ ભારતીય પરંપરાગત વનૌષધિ પ્રશિક્ષિત વૈદ્ય મહાસંઘ, આયુષ ઇન્ટરનેશનલ મેડિકલ એસોસિએશન તથા આકાશ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જામનગરના સંયુકત ઉપક્રમે ઋષિ પરંપરા પ્રમાણે આયુર્વેદિક શરીર શુધ્ધિકરણ (બોડી ડીટોક્ષ) શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં કોલેસ્ટ્રોલ, હૃદયરોગ, ડાયાબિટીસ, કિડની, બી.પી., થાઇરોઇડ, સાંધાના વા, પથરી જેવા હઠીલા રોગોનું નાડી નિદાન અને આયુર્વેદિક ઋષિ પરંપરા મુજબ નિદાન અને શરીર શુધ્ધિકરણ સારવાર કરવામાં આવી રહી છે. આ શિબિરમાં અંદાજીત પ0 જેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અને આ શિબિરનો લાભ લઇ રહયા છે. શિબિરમાં 20 જેટલા પારંપારિક વૈદ્ય દ્વારા સારવાર તેમજ માર્ગદર્શન આપવામાં આવી રહયું છે.

- Advertisement -

જામનગરમાં પ્રથમ વખત આ શિબિર યોજાઇ રહી છે તેમજ ગુજરાતમાં 17 કે 18 મી શિબિ યોજાઇ રહી છે. જેમાં એકયુપ્રેશર, સુજોક, મેગ્નેટ સહિતની પધ્ધતિઓ અંગે પણ માર્ગદર્શન અપાઇ રહયું છે. આ ઉપરાંત નાની ઉંમરે હૃદયરોગના હુમલા માટે થેરાપી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવી રહયું છે. સવારે 6-30 વાગ્યે ધન્વતરી ભગવાનની પૂજા આરતી સાથે દિવસભર વિવિધ થેરાપીઓ, માર્ગદર્શન આયુર્વેદિક તેમજ નેચરલ જયુશ, નાસ્તો, ભોજન, સહિતના કાર્યક્રમો બાદ રાત્રે 10 વાગ્યે આયુર્વેદિક અને આરોગ્ય સભા સાથે શિબિરનો દિવસ પૂર્ણ થાય છે. શિબિરમાં આવતા લોકોને ભોજન માટે આયુર્વેદિક આહાર અનુસાર ચીજવસ્તુઓ આપવામાં આવે છે અને તે બાબતે માર્ગદર્શન પણ આપવામાં આવી રહયું છે. શિબિરના રજીસ્ટ્રેશન સહિત તમામ કાર્યક્રમ અંગે મુકેશભાઇ ખીરસરીયા, મહેશભાઇ નકુમ, જયેશભાઇ સુરેજા, અરવિંદભાઇ પાનસુરીયા, ડૉ. કિશોરચંદ્ર બલદાણિયા તથા ભીમસીભાઇ કાંબરીયા સહિતના જહેમત ઉઠાવી રહયા છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular