Wednesday, December 4, 2024
Homeરાજ્યજામનગરમાતા-પિતા માટે એલર્ટસમાન કિસ્સો : ચાર વિદ્યાર્થી દારૂના જથ્થા સાથે ઝડપાયા

માતા-પિતા માટે એલર્ટસમાન કિસ્સો : ચાર વિદ્યાર્થી દારૂના જથ્થા સાથે ઝડપાયા

- Advertisement -

જામનગર શહેરના લાલવાડી વિસ્તારમાંથી પોલીસે મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી બે બાઇકસવાર બે તરૂણ અને બે વિદ્યાર્થીઓ સહિત ચાર શખ્સોને ઇંગ્લીશ દારુના ચપટા સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં વધુ એક શખ્સની સંડોવણી ખુલી હતી.

- Advertisement -

હાલના ડિજિટલ યુગમાં જેમ-જેમ શહેરીકરણ થતું જાય છે તેમ તેમ સારી વસ્તુઓની ટેવની સાથે કૂટેવો પણ આવતી જાય છે. તેમાં પણ ખાસ કરીને અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરાઇ જવાની ઘટનાઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને કોલેજીયન વિદ્યાર્થીઓ આડા રવાડે જલ્દીથી ચડી જતાં હોય છે. ત્યારે હાલમાં જ જામનગર શહેરના લાલવાડી વિસ્તારમાં પટેલ સમાજ પાસે બનેલી ઘટનાએ દરેક સંતાનોના માતા-પિતાએ સાવચેત થઇ જવાની જરુર છે. તેવા કિસ્સામાં પીએસઆઇ વી.આર. ગામેતી તથા સ્ટાફે મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને તે દરમિયાન બે બાઇક પરથી પસાર થતાં ચાર શખ્સોને આંતરીને તલાસી લેતાં ઉમેશ લખુભાઇ છૈયા, કરણ લાખાભાઇ ડનેચા નામના બે વિદ્યાર્થીઓ અને અન્ય બે તરુણ વિદ્યાર્થીઓ સહિત ચારેય પાસેથી રૂા. 10200ની કિંમતના 102 નંગ ચપટા પ્લાસ્ટિકના બાચકામાંથી મળી આવતાં પૂછપરછ કરતાં ચારેય વિદ્યાર્થી હોવાનું ખુલતાં પોલીસ પણ અચંબામાં પડી ગઇ હતી.

ત્યારબાદ પોલીસે કાયદાકીય રીતે ચાર શખ્સો પાસેથી ઇંગ્લીશ દારુના ચપટાને 20,000ની કિંમતનું સ્પ્લેન્ડર તથા 10000ની કિંમતનું ટીવીએસ બાઇક સહિત કુલ રૂા. 40200નો મુદામાલ કબજે કર્યો હતો અને પૂછપરછ હાથ ધરી હતી. આ દારુના જથ્થામાં જામનગરના ગોકુલનગરમાં રહેતાં અરજણ ભારવાડીયા ઉર્ફે લાલો ભુરી નામના શખ્સની સંડોવણી ખુલી હતી. જેના આધારે પોલીસે બે શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular