જામનગર શહેરમાં રિવરફ્રન્ટની યોજના માટે તંત્ર દ્વારા પ્રાથમિક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાની ટૂકડી દ્વારા દરેડ-લાલપુર બાયપાસ નજીક રિવરફ્રન્ટ પ્રોજેકટ માટે માપણી અને દિશા નિર્દેશનું નિરીક્ષણ કાર્ય હાથ ધર્યુ હતું.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર અને આસી. કમિશનર સહિતના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જામનગર મહાનગરપાલિકાની ટીમ, સિટી મામલતદારની ટીમ તથા ડીએલઆર સહિતના ટીમો દ્વારા આ કામગીરી શરૂ કરવામાં આવી હતી.