Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરજામનગરની ફાયર શાખા દ્વારા સ્કૂલ અને હોટલમાં ફાયર સેફટીના સાધનોની માહિતી અપાય

જામનગરની ફાયર શાખા દ્વારા સ્કૂલ અને હોટલમાં ફાયર સેફટીના સાધનોની માહિતી અપાય

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડીની અને ડેપ્યુટી કમિશનર ભાવેશભાઈ જાનીની સૂચના અનુસાર શહેરની ફાયર સિસ્ટમ ધરાવતી શાળા અને હોટલોમાં ફાયર સિસ્ટમ અંગેની ફાયર શાખાના સ્ટાફ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી.

- Advertisement -

જામ્યુકોના ફાયર વિભાગ દ્વારા સ્કૂલ અને હોટલોના સ્ટાફને ફાયરના સાધનો વિશેની ફાયર શાખાના કર્મચારીઓએ ટ્રેનિંગ આપી હતી. જામનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થતા વિસ્તારોની શાળાઓમાં ફાયર સિસ્ટમ ફીટીંગ કરેલ હોય તેવી સ્કૂલના ટીચિંગ – નોન ટીચિંગ સ્ટાફ અને હોટલના કર્મચારીઓને જામનગર મહાનગરપાલિકા ફાયર શાખા દ્વારા ફાયર સેફટી અંગેની માહિતી પૂરી પાડવામાં આવી હતી.

ગુજરાત રાજ્ય ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્ર્નોઈના માર્ગદર્શન મુજબ ફાયર શાખાના સ્ટાફે ફાયર સિસ્ટમનો ઉપયોગ અકસ્માતના સમયે કેવી રીતે કરવો જોઈએ તેમજ કેવા સંજોગોમાં તાત્કાલિક અસરથી ફાયર સેફ્ટીના સાધનોથી અકસ્માતના સમયમાં બચાવ કરી શકાય છે તે સહિતની બાબતો વિશે જામ્યુકોની ફાયર શાખા દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી. તેમજ ફાયર સેફ્ટીના સાધનો શહેરની શાળાઓ અને હોટલોમાં ચાલુ કન્ડિશનમાં છે તે સહિતની જાણકારી આપવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી કમિશનર વિજયકુમાર ખરાડી, ડાયરેક્ટર ગુજરાત રાજ્ય ફાયર સર્વિસ અને જામનગરના ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશનોઇના માર્ગદર્શન મુજબ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સી. એસ. પંડિયન સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular