Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયહાશ...મોંઘવારી થોડી ઢીલી પડી

હાશ…મોંઘવારી થોડી ઢીલી પડી

છેલ્લા એક મહિનામાં ખાદ્યપદાર્થોના ભાવમાં ઘટાડો : રિટેઇલ ફગાવો ઘટીને આવે તેવી સંભાવના

- Advertisement -

છેલ્લા એક મહિનાથી મોંઘવારીની પકકડ ઢીલી પડી છે. જીવન જરૂરી ચીજવસ્તુઓ તેમજ ખાદ્યપદાર્થોના ભાવમાં થોડો ઘટાડો આવતાં સામાન્ય લોકોએ હાશકારો અનુભવ્યો છે. ભાવમાં ઘટાડો થતાં રીટેલ ફુગાવો પણ ઘટીને આવે તેવી સંભાવનાઓ જોવાઇ રહી છે.

- Advertisement -

ખાદ્યપદાર્થોના ભાવ ઘટવાથી અથવા એક મહિનામાં સ્થિર થતાં ઓક્ટોબરમાં છૂટક ફુગાવો ઘટી શકે છે. એક સર્વે અનુસાર, 14 નવેમ્બરે જાહેર થનારા ફુગાવાના આંકડા 7 ટકાથી નીચે રહી શકે છે, જે સપ્ટેમ્બરમાં 7.41 ટકા હતો. આ સાથે આરબીઆઇ આવતા મહિને રેપો રેટમાં વધારો પણ ઘટાડી શકે છે.

સમગ્ર વિશ્ર્વમાં મોંઘવારી ઘટાડવા માટે કેન્દ્રીય બેંકો રેપો રેટમાં વધારો કરી રહી છે. તેની અસર યુએસમાં જોવા મળી રહી છે જયાં સપ્ટેમ્બરમાં ફુગાવો 8.2 ટકાની સામે ઓક્ટોબરમાં 7.77 ટકા હતો. ગ્રાહક બાબતોના મંત્રાલયના ડેટા મુજબ, લોટના ભાવ નજીવા વધીને રૂ. 31.34 પ્રતિ કિલો થયા છે.

- Advertisement -

મોટાભાગના માલના ભાવ એક મહિના સુધી સ્થિર રહ્યા હતા. ચોખા રૂ. 38.06 પ્રતિ કિલોથી ઘટીને રૂ. 38.1 પ્રતિ કિલો થયા હતા. ચણા દાળના ભાવ રૂ.74થી ઘટીને રૂ.73.19, અડદની દાળ રૂ.108.77થી ઘટીને રૂ.108.25, મગની દાળ રૂ.103.49થી ઘટીને રૂ.103.19 પ્રતિ કિલો થઇ હતી.

અરહર દાળ 112.02 થી વધીને રૂ. 112.82 પ્રતિ કિલો, મસૂર દાળ રૂ. 95.76 થી વધીને રૂ. 95.89 પ્રતિ કિલો થઈ ગઈ છે. દૂધ 29 પૈસા વધીને રૂ. 54.72, વનસ્પતિ તેલ 147.69 થી રૂ. 145.14 અને સોયા તેલ 169.97 થી ઘટીને રૂ. 168.59 પ્રતિ કિલો થયું હતું. પામ ઓઈલ પણ રૂ.119.23થી ઘટીને રૂ.117.38 પ્રતિ કિલો પર આવી ગયું છે.

- Advertisement -

બીજી તરફ મોંઘવારી અંકુશમાં આવતા રિઝર્વ બેન્કને પણ થોડી રાહત સાંપડી શકે છે. આક્રમક રીતે વ્યાજદર વધારા તરફ આગળ વધી રહેલી વૈશ્ર્વિક બેંકો સાથે રિઝર્વ બેન્ક પણ વ્યાજદરમાં વધારાનો દર ઘટાડી શકે છે. જેને કારણે જુદી-જુદી લોનધારકોને તાત્કાલિક કોઇ મોટો બોજ આવશે નહીં. આમ એકંદરે મોંઘવારીમાં ઘટાડો ભારતીય અર્થતંત્ર અને ભારતના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે રાહતરૂપ બની રહે તેવી સંભાવના છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular