વિશ્વ પર અચાનક આવી પડેલી કોરોના મહામારી અને તેને કારણે લાદવામાં આવેલા લોકડાઉને બે વર્ષમાં વિશ્ર્વભરના અર્થતંત્રને ખોખલું બનાવી દીધા બાદ છેલ્લા અઢી મહિનાથી રશિયા-યુક્રેન યુધ્ધને કારણે ઉભી થયેલી જિયો પોલિટીકલ કટોકટીથી વૈશ્ર્વિ સપ્લાય ચેઇન પ્રભાવિત થતાં વિશ્ર્વભરમાં મોંઘવારી બેકાબુ બની છે. ઝડપભેર વધતી જતી મોંઘવારીને કાબુમાં લેવા માટે અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, જાપાન, ભારત જેવા દેશોની મધ્યસ્થ બેંકો સક્રિય બની છે. સતત વધી રહેલાં ફુગાવાને કાબુમાં લેવા આ બેંકોએ વ્યાજદર વધારાના પગલાં દ્વારા અર્થતંત્રમાંથી નાણાંકિય તરલતા ઓછી કરવાનો નિર્ણય કર્યો છે. એક પછી એક બેંકોએ આક્રમક રીતે વ્યાજદરમાં વધારો કર્યો છે. ગઇકાલે ભારતીય રિઝર્વ બેન્કે ઇમરજન્સી બેઠક બાદ વ્યાજદરમાં 40 બેઝિસ પોઇન્ટનો વધારો કર્યો છે. જેને કારણે રેપોરેટ 4 ટકાથી વધીને 4.40 ટકાએ પહોંચી ગયો છે. 2018 બાદ રિઝર્વ બેન્ક દ્વારા પ્રથમ વખત વ્યાજદરમાં કોઇ વધારો કર્યો છે. આ વધારા બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આરબીઆઇના ગવર્નર શશીકાન્ત દાસે વધતી જતી મોંઘવારી અંગે ગંભીર ચિંતા વ્યકત કરી હતી અને આગામી કેટલોક સમય હજુ પણ મોંઘવારી વધવાની દહેશત તેમણે વ્યકત કરી હતી.
ભારતની રિઝર્વ બેન્કે લીધેલાં આ પગલાંના ગણતરીના કલાકોમાં જ અમેરિકી ફેડરલ રિઝર્વએ પણ વ્યાજદરમાં અડધા ટકાનો એટલે કે, પ0 બેઝિસ પોઇન્ટનો તોતિંગ વધારો કર્યો છે. અમેરિકામાં છેલ્લા રર વર્ષનો આ સૌથી મોટો અને સૌથી ઝડપી વ્યાજ વધારો છે. આ અગાઉ રિઝર્વ બેન્ક ઓફ ઓસ્ટ્રેલિયાએ પણ વ્યાજદરમાં 20 બેઝિસ પોઇન્ટનો વધારો કર્યો હતો. જયારે ઇંગ્લેન્ડની મધ્યસ્થ બેન્ક બેન્ક ઓફ ઇંગ્લેન્ડ પણ વ્યાજદરમાં વધારો કર્યો છે. આ ઉપરાંત વિશ્ર્વના જાપાન સહિતના અન્ય દેશોની મધ્યસ્થ બેંકોએ પણ વધતી જતી મોંઘવારીને કાબુ કરવા માટે વ્યાજદર વધારાનો રસ્તો અપનાવ્યો છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટમાં 0.40 ટકાના વધારાની જાહેરાત કરી છે. હવે આ દર વધીને 4.40% થઈ ગયો છે. જ્યારે સીઆરઆરમાં .50 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હવે તે 4.5% થઈ ગયો છે. રેપો રેટમાં વધારાનો અર્થ એ છે કે આગામી દિવસોમાં તમારી લોનની ઊખઈં વધી શકે છે.
રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે અચાનક પ્રેસ કોન્ફરન્સ કરી. ગવર્નર દાસે કોન્ફરન્સમાં જણાવ્યું કે, રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, સેન્ટ્રલ બેંકની મોનેટરી પોલિસી કમિટીએ અર્થવ્યવસ્થાની સ્થિતિ પર ચર્ચા કરવા માટે બેઠક યોજી હતી. આ બેઠકમાં આરબીઆઇના સભ્યોએ સર્વસંમતિથી રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો. બેકાબૂ ફુગાવાના કારણે MPCએ આ નિર્ણય લીધો છે.
ભારતીય અર્થતંત્રને મોંઘવારી સામે ટકાવી રાખવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજદરમાં ઈમરજન્સી વધારો કર્યા બાદ બુધવારે રાત્રે અમેરિકાની સેન્ટ્રલ બેંક પણ વ્યાજદરમાં વધારો કર્યો છે. અમેરિકામાં મોંઘવારી 41 વર્ષની ટોચે પહોંચતા યુએસ ફેડે વ્યાજદરમાં વધારો કરવાની શરૂઆત માર્ચ મહિનાથી કરી હતી અને આજે પૂરી થયેલ FOMCની બેઠકમાં પણ વ્યાજદરમાં 0.50 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
અમેરિકાની સેન્ટ્રલ બેંકે વર્ષ 2000 બાદનો આ સૌથી મોટો વ્યાજદર વધારો કરવાની સાથે આગામી સમયમાં વધુ વ્યાજદર વધારાની આગાહી કરી છે. આગામી બેઠકમાં પણ 0.50 ટકાનો વધારો સંભવિત છે. આ સિવાય જેરોમ પોવેલના નેજા હેઠળની યુએસ ફેડની કમિટીએ 1લી જૂનથી શરૂ થતાં મહિનામાં 47.5 અબજ ડોલરના બોન્ડ પરત ખરીદવાની જાહેરાત કરી છે.
સતત ત્રણ મહિના સુધી સિસ્ટમમાંથી વધારાની લિક્વિડિટી પરત ખેંચવા 47.5 અબજ ડોલરના બોન્ડની પરત ખરીદી કરાશે. ત્યારબાદ બેલન્સશીટને દર મહિને 95 અબજ ડોલર જેટલી હળવી કરવામાં આવશે.