Thursday, January 16, 2025
Homeરાષ્ટ્રીયમોંઘવારીનથી આવતી કાબુમાં, ફુગાવો ફરી 7 ટકા

મોંઘવારીનથી આવતી કાબુમાં, ફુગાવો ફરી 7 ટકા

- Advertisement -

ભારતમાં છેલ્લા ત્રણ મહિનાથી મોંઘવારીમાં સામાન્ય રાહત મળી રહી હતી પરંતુ ઓગસ્ટ મહિનામાં આ ટ્રેન્ડ તૂટ્યો છે. ઓગસ્ટમાં ભારતનો ગ્રાહક સ્તરનો ફુગાવો ફરી 7%ના લેવલે પહોંચ્યો છે.

- Advertisement -

સોમવારે જાહેર થયેલ આંકડા અનુસર ઓગસ્ટમાં કન્ઝયુમર પ્રાઈઝ ઈન્ડેકસ(CPI) ખાદ્ય મોંઘવારી વધતા 7%એ પહોંચ્યો છે. સરકારના ઘઉં અને બાદમાં લોટના નિકાસ પર પ્રતિબંધ લાદવા છતા જુલાઈના 6.71%ની સામે ઓગસ્ટમાં ગ્રાહક સ્તરનો ફુગાવો 7%એ પહોંચ્યો છે. ફરી એક વખત મોંઘવારીમાં વધારો અને ફેડની આક્રમક વ્યાજદર વધારાની નીતિ આગળ વધશે તો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પર વ્યાજદર વધારવાનું અને અન્ય આર્થિક કડકાઈનું દબાણ વધશે.

આ સિવાય સોમવારે સાંજે આવેલ આંકડા અનુસાર ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (IIP) અનુસાર ઔદ્યોગિક વૃદ્ધિ જુન મહિનામાં 12.3%થી ઘટીને 2.4% થઈ છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular