Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરઇન્દ્રદેવનું અકળાવનારૂં હેત

ઇન્દ્રદેવનું અકળાવનારૂં હેત

અડધા ભારતમાં આકાશમાંથી વરસી રહી છે આફત : વરસાદના ત્રીજા રાઉન્ડે સૌરાષ્ટ્રને ધમરોળ્યું : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ : હજુ ચાર દિવસ તોફાની વરસાદની આગાહી

- Advertisement -

રાજ્યમાં હવમાન વિભાગે પાંચ દિવસની ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી જે અંતર્ગત અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે ભારે વરસાદ વરસ્યો હતો. બે દિવસ પહેલા સુત્રાપાડામાં આભ ફાટ્યુ હતું તેમજ ગઈકાલે ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારે વરસાદ ખાબક્યો હતો જેના પગલે નદી નાળાઓ છલકાયા હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 201 તાલુકામાં મેઘમહેર થઈ હતી જેમા જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.

- Advertisement -

રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોને ઘમરોળ્યુ છે ત્યારે ગઈકાલે જૂનાગઢ તેમજ ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસ્યો હતો જેના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમા જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ નોંધાયો છે, આ સિવાય વલસાડના ઉમરગામમાં 12 ઈંચ, વાપીમાં 10 ઈંચ, માળીયા હાટીનામાં 8 ઈંચ, જામનગરના જામજોધપુરમાં 8 ઈંચ અને કેશોદમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત ગઈકાલે અમદાવાદ શહેરમાં મોડી રાત્રે ભારે વરસાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના પગલે વિરાટનગરમાં ઢીંચણસમા પાણી ભરાયા હતા તેમજ રીંગરોડ તરફ જતા મુખ્ય માર્ગ પર પણ પાણી ભરાય ગયા હતા. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. વલસાડ જિલ્લામાં ગઈકાલથી ભારે વરસાદ પડી રહ્યો છે જેના લીધે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. વલસાડ શિક્ષણ વિભાગ દ્વારા આદેશાત્મક પત્ર જારી કરાયો છે જેમાગઈકાલથી પડી રહેલા ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લામાં આજે શાળા, કોલેજો, આઈ ટી આઈ તથા આંગડવાડી બંધ રહેશે. રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડમાં વરસાદે સટાસટી બોલાવી છે ત્યારે હવામાન વિભાગે હજુ આગામી ચાર દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે જેમા આજે દક્ષિણ ગુજરાતમાં અતિભારે તેમજ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, આ સિવાય 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આવતીકાલે અરવલ્લી, સાબરકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે તેમજ 23મી જુલાઈ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular