Monday, January 6, 2025
Homeરાજ્યગુજરાતઅમદાવાદમાં ભારત-પાક. મેચની નકલી ટિકીટો પકડાઇ

અમદાવાદમાં ભારત-પાક. મેચની નકલી ટિકીટો પકડાઇ

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, વર્લ્ડકપની મેચની બોગસ ટિકિટ વેચનારાઓ સામે તવાઈ : 108 ડુપ્લીકેટ ટિકિટો, પ્રિન્ટ કરેલા 24 પેજ, રૂ.2000ના દરની બોગસ ટિકિટોની ઝેરોક્ષ સહિતનો મુદ્દામાલ જપ્ત

- Advertisement -

હાલ આઈસીસી વર્લ્ડકપ-2023નો મહાકુંભ ચાલી રહ્યો છે. અમદાવાદમાં પણ ક્રિકેટ ફિવરે માઝા મુકી છે. મેચોનો મહાકુંભ શરૂ થતા ટિકિટના કાળાબજારીયાઓ પણ સક્રિય થઈ ગયા છે. અમદાવાદ પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ બ્લેકમાં ટિકિટ વેંચનારાઓ પર લાલ આંખ કરીને બેઠી છે, ત્યારે આજે રમાનારી ભારત-અફઘાનિસ્તાનની મેચ પહેલા ક્રાઈમ બ્રાન્ચની ટીમે મોટી કાર્યવાહી કરી છે.

- Advertisement -

ભારત-પાકિસ્તાનની અમદાવાદની મેચ પહેલા ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી મેચની ટિકિટોમાં ગફલા કરનાર 4 વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે. ટીમે દરોડા પાડ્યા બાદ મેચની 108 ડુપ્લીકેટ ટિકિટો અને પ્રિન્ટ કરેલા 24 પેજ હાથે લાગ્યા છે. એટલું જ નહીં આરોપીઓએ રૂપિયા 2000ના દરની બોગસ ટિકિટોની ઝેરોક્ષ પણ કરી હોવાનું સામે આવ્યું છે. કાર્યવાહી દરમિયાન ભારત-પાકિસ્તાન મેચની ડુપ્લીકેટ ટિકિટો પણ હાથે લાગી છે.

ક્રાઈમ બ્રાન્ચની ટીમ આજે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં ત્રાટકી હતી. ટીમે બોડકદેવ વિસ્તારમાં આવેલી ક્રિષ્ણા ઝેરોક્ષ નામની દુકાનમાં દરોડો પાડી મોટું કારસ્તાન ઝડપી પાડ્યું છે. ઝેરોક્ષની દુકાનમાંથી તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમે 108 ડુપ્લીકેટ ટિકિટો અને પ્રિન્ટ કરેલા 24 પેજ, રૂપિયા 2000ના દરની બોગસ ટિકિટોની ઝેરોક્ષ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ટીમે આ મામલે કાર્યવાહી કરી 4 વ્યક્તિઓને ઝડપી લીધા છે અને વધુ કાર્યવાહી શરૂ કરી દીધી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular