Sunday, December 22, 2024
Homeસ્પોર્ટ્સબીજા ટેસ્ટમાં ભારતનો વિજય

બીજા ટેસ્ટમાં ભારતનો વિજય

- Advertisement -

પ્રથમ ટેસ્ટમાં કારમા પરાજય બાદ ભારતે વળતો પ્રહાર કરી ચેન્નાઇમાં રમાયેલા બીજા ટેસ્ટમાં ઇંગ્લેન્ડને 317 રનથી હરાવ્યું છે. ઇંગ્લેન્ડનો બીજો દાવ માત્ર 164 રનમાં સમેટાઇ ગયો હતો. આ મેચમાં રવિચંદ્રન અશ્વિન મેચનો હિરો સાબિત થયો છે. તેણે બંને ઇનિંગ્સમાં મળીને કુલ 8 વિકેટ ઝડપવા સાથે ભારતના બીજા દાવમાં શાનદાર સદી ફટકારી ભારતને મજબૂત સ્થિતિમાં લાવી દીધું હતું. અશ્વિનને મેન ઓફ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. બીજા દાવમાં ભારત તરફથી સ્પીનર અક્ષર પટેલે 60 રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. તો ઇંગ્લેન્ડ તરફથી મોઇન અલી સૌથી વધુ 43 રન બનાવ્યા હતાં. આ સાથે જ ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ચાર ટેસ્ટ મેચની શ્રેણી એક-એકની બરાબરી પર આવી ગઇ છે. ત્રીજો ટેસ્ટ અમદાવાદના નવા મોટેરા સ્ટેડિયમમાં રમાશે. જે ડે-નાઇટ ટેસ્ટ મેચ હશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular