Tuesday, December 31, 2024
Homeસ્પોર્ટ્સભારતની નિખત ઝરીને બોકિસંગમાં જીત્યો ચોથો ગોલ્ડ

ભારતની નિખત ઝરીને બોકિસંગમાં જીત્યો ચોથો ગોલ્ડ

- Advertisement -

ભારતે ઘરઆંગણે ચાલી રહેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં દબદબો જાળવી રાખતાં વધુ બે ગોલ્ડ અને કુલ મળીને ચાર ગોલ્ડ મેડલ જીતી લીધા હતા. ભારતની નિખત ઝરીનને 50 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે નિખત બે વખત વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનારી મેરી કોમ પછીની પહેલી ભારતીય મહિલા બોક્સર બની હતી. જ્યારે ઓલિમ્પિક મેડાલીસ્ટ બોક્સર લવલીના બોર્ગોહેને 75 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. અગાઉ ભારતની નીતુ ઘંઘાસ 48 કિગ્રા વજન વર્ગમાં અને સ્વિટી બૂરા 81 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીતી હતી. નોંધપાત્ર છે કે નવી દિલ્હીમાં યોજાયેલી વર્લ્ડ વિમેન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતની ચાર બોક્સર ફાઈનલમાં પ્રવેશી હતી અને ચારેય ગોલ્ડ મેડલ જીતી હતી. ભારતે આ સાથે વર્લ્ડ વિમેન્સ બોક્સિંગમાં 2006ના તેના શ્રેષ્ઠ દેખાવની બરોબરી કરી હતી. 2006ની વર્લ્ડ વિમેન્સ બોક્સિંગમાં ભારતની પાંચ બોક્સરો ફાઈનલમાં પ્રવેશી હતી અને તેમાંથી ચાર ગોલ્ડ મેડલ જીતી હતી. રમાયેલી 50 કિગ્રા વજન વર્ગની ફાઈનલમાં નિખત ઝરીને વિયેતનામની ગુયેન થી તામને 5-0થી હરાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular