ભારતનું પરંપરાગત પીણું એટલે સોડા. ભલે તે દેશમાંથી ગાયબ થઈ રહી હોય પરંતુ વિદેશમાં ભારતની ગોલી સોડા એટલે કે ‘ઠેરવાળી બોટલ સોડા’ ખૂબ જ લોકપ્રિય છે. અમેરિકાથી લઇને બ્રિટન સુધી આ ગોલી સોડા સૌથી વધુ માંગ ધરાવતું સોફટ ડ્રિંકસ બની ગયું છે.

ભૂતકાળમાં નજર કરીએ તો ગોલીસોડા, માર્બલ સોડા કે ગ્રીન બોટલ સોડા કે ઠેરીવાળી સોડાના વિવિધ નામોથી પ્રચલિત સોડાનું ખૂબ ચલણ હતું. જ્યારે હવે વિદેશી પીણાઓ આ માર્કેટને ટેકસઓવર કરી રહી છે. ત્યારે ભારતીય આ પીણુ વિદેશોમાં ધુમ મચાવી રહ્યું છે. આ ગોલી સોડા અમેરિકા, બ્રિટન અને ગલ્ફ દેશોના સુપર માર્કેટમાં સામેલ થઈને લોકોના દિલ જીતી રહી છે. જે અંગે માહિતી આપતા વાણિજય મંત્રાલયની એક શાખા, કૃષિ અને પ્રક્રિયા કૃત ખાદ્ય ઉત્પાદનો નિકાસ વિકાસ સતા મંડળ એ જણાવ્યું હતું કે, વિશ્વના મુખ્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં તેની બમ્પર માંગ છે.
તે નેવી ઓળખ ‘ગોલીપોપ સોડા’ સાથે પોતાની છાપ આંતરરાષ્ટ્રીય બજારો પર છોડી રહ્યું છે. ફકત ભારત નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય બજારોમાં તે મજબુત સ્થાન બનાવી રહ્યું છે. APEDAના નેતૃત્વમાં આ પુનરૂત્થાન વૈશ્વિક સ્તરે ભારતીય વારસાગત પીણાને પ્રોત્સાહન આપવા માટેની એક વ્યાપક પહેલનો એક ભાગ છે. પરિવર્તનની વાત કરીએ તો હવે તે શેરી ગાડીઓથી મોટા સુપરમાર્કેટમાં ફેરવાઈ ગયું છે. યુકેમાં ગોલી પોપ સોડા તેની જુની છાપથી આગળ વધીને એક ટે્રન્ડી પીણું તરીકે ઉભરી આવ્યું છે.