Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયવર્લ્ડ બેંકે પણ ભારતના વિકાસ દરમાં કાપ મૂકયો

વર્લ્ડ બેંકે પણ ભારતના વિકાસ દરમાં કાપ મૂકયો

2022-23માં જીડીપી 6.5 ટકા રહેવાનું અનુમાન

- Advertisement -

આરબી આઈ બાદ હવે વર્લ્ડ બેન્ક એ ચાલુ નાણાકીય વર્ષ 2022-23માં દેશના આર્થિક વિ કા સ દરના અનુમાનને ઘટાડી દીધુ છે. વર્લ્ડ બેન્ક પ્રમાણે ભારતનો જીડીપી આ વર્ષે 6.5 ટકા રહેવાનું અનુમાન છે. આ પહેલા જૂન, 2022માં વર્લ્ડ બેન્ક જીડીપી 7.5 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું.

- Advertisement -

ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ અને વર્લ્ડ બેન્કની બેઠક પહેલા સાઉથ એશિયા ઇકોનોમિક ફોકસ રિપો ર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેમાં વિ શ્વ બેન્કે આ વાત કહી છે. પરંતુ તેનું માનવું છે કે દુનિયાના બાકી દેશોના મુકાબલે ભારત ઝડપથી રિકવર કરી રહ્યું છે. સાઉથ એશિયા માટે વર્લ્ડ બેન્કના મુખ્ય અર્થશાસ્ત્રીએ કહ્યું કે કોવિડના પહેલા ફેઝમાં ભારે ઘટાડા બાદ ગ્રોથના મામલામાં દક્ષિણ એશિયાના અન્ય દેશોના મુકાબલે ભારતે સારૂ પ્રદર્શન કર્યું છે. તેમણે કહ્યું કે ભારત પર કોઈ વધુ વિદેશી દેવુ નથી જે સકારા ત્મક વાત છે. સાથે તેમણે કહ્યું કે સર્વિસ સેક્ટર ખાસ કરીને સર્વિસ એક્સપોર્ટના ક્ષેત્રમાં ભારતનું પ્રદર્શન સારૂ રહ્યું છે.

વૈશ્વિક સ્થિતિની ભારત સહિત બધા દેશો પર અસર પડી રહી છે, જેના કારણે ગ્રોથ રેટનું અનુમાન ઘટાડવું પડ્યું છે. તેમણે કહ્યું કે દુનિયાભરની અર્થવ્યવસ્થામાં સ્લોડા ઉનનો સંકેત જોવા મળી રહ્યો છે. તેના બે કારણો છે. પ્રથમ હાઈ ઇનકમવાળા દેશોની અર્થવ્યવસ્થાના વિકાસની ગતિ ધીમી પડી રહી છે તો આકરી નાણા કી ય નીતિને કા રણે લોન મોંઘી થઈ રહી છે, જેથી વિકાસશીલ દેશોમાં કેપિટલ આઉટફ્લો જોવા મળી રહ્યો છે. આ પહેલા રિ ઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એ પણ 30 સપ્ટેમ્બર, 2022ના મો નિ ટરી પોલિસીની જાહેરાત કરી હતી, જેમાં 2022-2023માં 7 ટકા જીડીપી રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular