Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયભારતની પ્રથમ ખાનગી AI યુનિવર્સિટી યુપીમાં શરૂ : શિક્ષકો, ખેડૂતો અને લોકોને...

ભારતની પ્રથમ ખાનગી AI યુનિવર્સિટી યુપીમાં શરૂ : શિક્ષકો, ખેડૂતો અને લોકોને મળશે તાલીમ

સતાવાર નિવેદન અનુસાર ભારતની પ્રથમ ખાનગી AI યુનિવર્સિટી યુપીમાં શરૂ થઇ રહી છે. રાજ્ય શિક્ષણ, સુરક્ષા, કૃષિ, વહીવટ અને ઉદ્યોગ સહિત અનેક ક્ષેત્રોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ લાગુ કરી રહ્યું છે.

- Advertisement -

AI પ્રજ્ઞા યોજના હેઠળ, રાજ્ય સરકાર 10 લાખ લોકોને AI ડેટા એનાલિટિકસ મશીન લર્નિંગ અને સાયબર સુરક્ષામાં તાલીમ આપવાની યોજના ધરાવે છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં ભારતની પ્રથમ ખાનગી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ – ઉન્નત મલ્ટિડિસિપ્લિનરી યુનિવર્સિટીનું ઉદઘાટન કર્યુ છે. આ યુનિવર્સિટી ચંદીગઢ યુનિવર્સિટી દ્વારા સ્થાપિત કરવામાં આવી છે.

સતાવાર નિવેદન અનુસાર રાજ્ય, શિક્ષણ, સુરક્ષા, કૃષિ, વહીવટ અને ઉદ્યોગ સહિત ઘણાં ક્ષેત્રોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ લાગુ કરી રહ્યું છે. આ યુનિવર્સિટી રાજ્યમાં ટેકનિકલ કૌશલ્યના વિકાસમાં મદદ કરશે તેવી અપેક્ષા છે. AI પ્રજ્ઞા યોજના હેઠળ રાજ્ય સરકાર 10 લાખ લોકોને એખાઈ, ડેટા એનાલિટિકસ મશીન લર્નિંગ અને સાઈબર સુરક્ષામાં તાલીમ આપવાની યોજના ધરાવે છે. યુવાનો, શિક્ષકો, ગામના વડા, સરકારી કર્મચારીઓ અને ખેડૂતોનો સમાવેશ થાય છે.

- Advertisement -

આ તાલીમ માઈક્રોસોફટ, ઈન્ટેલ, ગુગલ અને ગુવી જેવી કંપનીઓ સાથે ભાગીદારીમાં આપવામાં આવી રહી છે. જેનું લક્ષ્ય દર મહિને 1.5 લાખ લોકોને તાલીમ આપવાનું છે. ઉત્તર પ્રદેશ ‘સેફ સિટી પ્રોજેકટ’ દ્વારા જાહેર સલામતીમાં કૃષિમ બુધ્ધિના ઉપયોગને વિસ્તૃત કરી રહ્યું છે. 17 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં અઈં સક્ષમ સીસીટીવી કેમેરા, ઓટોમેટિક નંબર પ્લેટ ઓળખ, SOS ચેતવણી સિસ્ટમ અને ચહેરાની ઓળખ ટેકનોલોજી સ્થાપિત કરવામાં આવી છે.

રીઅલ ટાઈમ મોનિટરીંગ માટે 112 ઈમરજન્સી હેલ્પલાઈન અને પોલીસ કંટ્રોલ રૂમ સાથે સીધી રીતે જોડાયેલ છે. કૃષિ ક્ષેત્રમાં, વિશ્વ બેંક દ્વારા સમર્પિત 4000 કરોડ રૂપિયાનો UP-AGRIS પ્રોજેક્ટ ખેડૂતોને 10 લાખ ખેડૂતોને AI આધારિત ઉકેલો પુરા પાડી રહ્યો છે. આ ઉપરાંત મહેસુલ વિભાગ જમીન રેકોર્ડનું સંચાલન, ગ્રામ્ય સ્તરનું ડિજિટલ મેપિંગ કરવા અને વધુ કાર્યક્ષમ જમીન વિતરણમાં મદદ કરવા માટે સેટેલાઈટ ઈમેજીંગ અને AI ઉપયોગ કરી રહ્યું છે.

- Advertisement -

જેલ અને ખાણકામ કામગીરીમાં પણ AI નો ઉપયોગ થઈ રહ્યો છે. કેદીઓની હિલચાલ પર નજર રાખવા માટે 70 જેલોમાં જાર્વિસ નામની AI આધારિત સર્વેલન્સ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. ભુસ્તર શાસ્ત્ર અને ખાણ કામ વિભાગો ખાણકામ વિસ્તારોની વધુ સારી દેખરેખ માટે AI ટુલ્સ રજૂ કર્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular