સ્ટાર શૂટર મનુ ભાકરના નેતૃત્વમાં ભારતે દાવ ઉપર લાગેલા છ ગોલ્ડ મેડલમાંથી ચાર પોતાના નામે કરીને આઇએસએસએફ જુનિયર શૂટિંગ ચેમ્પિયનશિપમાં રવિવારે મેડલ ટેલીમાં પ્રથમ સ્થાન મેળવી લીધું હતું. ભારતે 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ક્લીન સ્વીપ કરી હતી. તેમાં મિક્સ, વિમેન્સ તથા મેન્સ ટીમ ચેમ્પિયનશિપ પણ સામેલ છે. ભારતે મેન્સ 10 મીટર રાઇફલ ટીમ ઇવેન્ટનો ગોલ્ડ મેડલ પણ પોતાના નામે કર્યો હતો. ભારતે હવે છ ગોલ્ડ, છ સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા છે. અમેરિકા ચાર ગોલ્ડ, ચાર સિલ્વર તથા બે બ્રોન્ઝ સાથે બીજા ક્રમે સરકી ગયું છે.
મનુ ભાકરે એક જ દિવસમાં બે ગોલ્ડ જીત્યા હતા. ચેમ્પિયશિપમાં તેના ગોલ્ડ મેડલની સંખ્યા ત્રણની થઇ ગઇ છે. તેણે સરબજોતસિંહ સાથે મિક્સ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યા બાદ રિધમ સાંગવાન અને શિખા નારવાલ સાથે મળીને 10 મીટર એર પિસ્તોલ વિમેન્સ ટીમ ઔઇવેન્ટમાં પણ ગોલ્ડ જીત્યો હતો. ભારતે ગોલ્ડ મેડલના મુકાબલામાં બેલારસને 16-12થી હરાવ્યું હતું. આત્મિકા ગુપ્તાએ રાજપ્રીતસિંહ સાથે મળીને 10 મીટર એર રાઇફલમાં મિક્સ ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આત્મિકાએ બે સિલ્વર તથા રાજપ્રીતે એક ગોલ્ડ અને એક સિલ્વર જીત્યો હતો.
જૂનિયર શૂટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતની બલ્લે બલ્લે
મનુ ભાકરે ધૂમ મચાવી, 6 માંથી 4 ગોલ્ડ ભારતના કબ્જામાં