Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયકોમનવેલ્થ ગેમ્સમાં સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડને હરાવી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ફાઈનલમાં

કોમનવેલ્થ ગેમ્સમાં સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડને હરાવી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ફાઈનલમાં

આજે ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલમાં ટકરાશે

- Advertisement -

ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે કોમનવેલ્થ ગેમ્સમાં ઈતિહાસ રચી દીધો છે. ભારતે સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડને 4 રનોથી પરાજય આપીને ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમવાર વિમેન્સ ક્રિકેટને સામેલ કરવામાં આવ્યુ છે અને પહેલા જ પ્રયાસમાં ભારતે ફાઈનલમાં જગ્યા બનાવી છે.

- Advertisement -

ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 164 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૌથી વધુ રન સ્મૃતિ મંધાનાએ 32 બોલમાં 61 રન ફટકાર્યા હતા. તેની આ ધમાકેદાર ઇનિંગમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગા આવ્યા હતા. તો જેમિમા રોડ્રિગ્યુસે 31 બોલમાં 44 રન માર્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધુ વિકેટ ફ્રેયા કેંપે 2 વિકેટ લીધી હતી. તો કેથરીન બ્રુન્ટે અને નતાલી સ્કિવરે 1-1 વિકેટ લીધી હતી.

ભારતે આપેલા 165 રનના ટાર્ગેટનો પીછો કરતા ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 6 વિકેટે 160 રન જ કરી શક્યુ હતુ. ભારત તરફથી સૌથી વધુ વિકેટ સ્નેહ રાણાએ 2 વિકેટ ઝડપી હતી. તો દિપ્તી શર્માએ 1 વિકેટ લીધી હતી. ઇંગ્લેન્ડના કુલ ત્રણ બેટરો રનઆઉટ થયા હતા. ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધુ રન કેપ્ટન નતાલી સ્કિવરે 43 બોલમાં 41 રન કર્યા હતા. તો એમી જોન્સે છેલ્લે લડત આપતા 24 બોલમાં 31 રન માર્યા હતા. પણ તેની આ ઇનિંગ ઇંગ્લેન્ડને જીત સુધી પહોંચાડી શકી નહોતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular