Sunday, December 22, 2024
HomeબિઝનેસStock Market Newsભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી ઘટાડા બાદ તેજી તરફી ધ્યાન ...!!!

ભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી ઘટાડા બાદ તેજી તરફી ધ્યાન …!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

- Advertisement -

ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોની સતત વેચવાલી અને વૈશ્વિક સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજદરમાં વધારાની અવિરત ગતિને કારણે રૂપિયામાં દિવસે ને દિવસે એક નવું ઐતિહાસિક તળિયું જોવા મળી રહ્યું છે. અમેરિકી ડોલર સામે રૂપિયો તૂટીને ૭૯.૪૮ની નવી રેકોર્ડ નીચી સપાટીએ પહોંચી જવા સાથે કોર્પોરેટ ઈન્ડિયાના જૂન ૨૦૨૨ના અંતના પ્રથમ ત્રિમાસિકના પરિણામોની શરૂ થયેલી સીઝનમાં અપેક્ષાથી નબળા પરિણામ રજૂ થતાં નેગેટીવ અસર અને ગુજરાત સહિતના રાજયોમાં અતિવૃષ્ટિની ચિંતા થવા લાગતાં ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં ઉછાળે વેચવાલી જોવા મળી હતી.

વિશ્વમાં ફરી મંદીનો ફફડાટ ફેલાઈ જવા સાથે હજુ મોંઘવારી નવા રેકોર્ડ સર્જતી રહી અમેરિકામાં ફુગાવો ૯.૧ %ની ઊંચાઈએ પહોંચતાં યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં તોળાતાં એક ટકાના વધારાને લઈ વૈશ્વિક બજારોમાં લિક્વિડિટી – નાણા પ્રવાહિતા વધુ ઘટવાની શકયતા અને ચાઈનામાં કોરોનાના કેસો વધ્યા સાથે હવે જાપાનમાં પણ કોરોના વ્યાપક ફેલાઈ રહ્યાની ચિંતાએ વૈશ્વિક બજારોમાં ઘટાડા સાથે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો.

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

ભારત સહિત વિશ્વમાં મોંઘવારી વચ્ચે જનતા ત્રાહિમામ પોકારી રહી છે. અનેક દેશોમાં મંદીની આશંકા સેવાઈ રહી છે પરંતુ ભારતની સેન્ટ્રલ બેંકના ગવર્નરે આશા વ્યકત કરી છે કે મોંઘવારી કાબૂમાં આવશે અને મંદીની આશંકા સમય જતા ઘટતી જશે. આરબીઆઈ ગવર્નર શકિતકાંતા દાસે કહ્યું કે આ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના બીજા છ મહિનામાં ફુગાવામાં ધીમે ધીમે ઘટાડો જોવા મળશે. ભારત સહિત વિશ્વની અર્થવ્યવસ્થા બે વર્ષથી કોરોના મહામારીથી પીડાઈ રહી છે. હવે તે રિકવરી બતાવી રહી હતી પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી ફુગાવો આરબીઆઈના લક્ષ્યાંકથી ઉપર રહ્યો છે. તેનું કારણ સમગ્ર વિશ્વમાં ખાદ્યપદાર્થો અને ચીજવસ્તુઓના ભાવમાં વધારો છે. મોંઘવારી વધતી અટકાવવા માટે આરબીઆઈએ વ્યાજ દરમાં વધારો કરવાનું શરૂ કર્યું છે.

- Advertisement -

મે માસની શરૂઆતમાં રેપો રેટ વધાર્યો હતો. ત્યાર બાદ ભારતની મધ્યસ્થ બેંકે જૂનમાં રેપો રેટ વધાર્યો હતો. બે વધારા પછી રેપો રેટમાં ૦.૯૦%નો વધારો થયો છે. હવે તે ૪.૯% પર પહોંચી ગયો છે. એવું માનવામાં આવે છે કે આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી વ્યાજ દર વધારવાની પ્રક્રિયા ચાલુ રાખશે. એમપીસીની આગામી બેઠક ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં યોજાવાની છે. તેમાં પણ રેપો રેટ વધારવાનો નિર્ણય લેવાઈ શકે છે. આ એવો સમય છે જ્યારે સમગ્ર વિશ્વ ઉંચો મોંઘવારીનો દર જોઈ રહ્યું છે અને પડતર વધતા માંગ ઘટી અને વૈશ્વિક વેપાર પણ ઘટી રહ્યો છે. ટૂંકા ગાળામાં સરકાર અને કેન્દ્રિય બેંકોના નિર્ણય મોંઘવારી પર સીધી અને જલદી અસર નહિ કરે પરંતુ મધ્યમ ગાળામાં મોનેટરી પોલિસીની અસર ફુગાવા પર પડશે.

મિત્રો, કેલેન્ડર વર્ષ ૨૦૨૨માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….

સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં એપ્રિલ ૨૦૨૨માં અંદાજીત રૂ.૨૯,૮૬૯.૫૨ કરોડની ખરીદી, મે ૨૦૨૨માં અંદાજીત રૂ.૫૦,૮૩૫.૫૪ કરોડની ખરીદી, જૂન ૨૦૨૨માં અંદાજીત રૂ.૪૬,૫૯૯.૨૩ કરોડની ખરીદી તેમજ ૧૪ જુલાઇ ૨૦૨૨ સુધીમાં અંદાજીત રૂ.૬૩૦૭.૫૮ કરોડની ખરીદી કરવામાં આવી હતી, જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં એપ્રિલ ૨૦૨૨માં અંદાજીત રૂ.૪૦,૬૫૨.૭૧ કરોડની વેચવાલી, મે ૨૦૨૨માં અંદાજીત રૂ.૫૪,૨૯૨.૪૭ કરોડની વેચવાલી તેમજ જૂન ૨૦૨૨માં અંદાજીત રૂ.૫૮,૧૧૨.૩૭ કરોડની વેચવાલી તેમજ ૧૪ જુલાઇ ૨૦૨૨ સુધીમાં અંદાજીત રૂ.૮૮૦૯.૭૭ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.

બજારની ભાવી દિશા…. મિત્રો, ફુગાવો અને વ્યાજદરને કારણે વૈશ્વિક સ્તરે સેન્ટીમેન્ટ ખરડાયું છે. ભારતમાં ફુગાવાની સ્થિતિ થાળે પડી રહી છે પણ વૈશ્વિક સ્તરે હજી અસ્થિરતા કાયમ છે. અમેરિકામાં જુન માસમાં પણ ફુગાવો ૪૧ વર્ષની ઊંચી સપાટીએ જળવાઈ રહ્યો છે ત્યારે ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોની વેચવાલી અને વૈશ્વિક સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજદરમાં વધારાની અવિરત ગતિને કારણે રૂપિયામાં દિવસે ને દિવસે એક નવું ઐતિહાસિક તળિયું જોવા મળી રહ્યું છે. ભારતીય ચલણ ગત સપ્તાહે પણ ડોલરની સામે એક નવા રેકોર્ડ તળિયે પહોંચ્યું છે. અમેરિકામાં મોંઘવારીની માર બાદ હવે ભારતમાં જથ્થાબંધ મોંઘવારીના આંકડા જૂન મહિનામાં સતત ૧૫મા મહિને ૧૦%ની ઉપર અને સતત ત્રીજા મહિને ૧૫%ની ઉપર પહોંચતા રૂપિયામાં પણ મંદીનો માહોલ જોવા મળ્યો છે. રૂપિયો ડોલરની સામે ૮૨ તરફ આગળ વધી રહ્યો છે.

વર્ષ ૨૦૨૨ની શરૂઆતમાં રૂપિયો ૭૪ની આસપાસ કામકાજ કરી રહ્યો હતો અને તે ૮૦ નજીક પહોંચ્યો છે એટલેકે ૮%થી વધુ ગગડ્યો છે. બીજી તરફ ચોમાસું પણ ઝડપથી આગળ ધપી રહ્યું છે અને સાર્વત્રિક વરસાદના અહેવાલો વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવ પણ ગત સપ્તાહે નોંધપાત્ર ઘટ્યા છે જે ભારતીય શેરબજાર માટે પોઝિટિવ ફેક્ટર છે પરંતુ વર્તમાન મહિનાના અંતે મળનારી બેઠકમાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં અંદાજીત ૧૦૦ બેઝિસ પોઈન્ટનો વધારો કરશે તેવી ધારણાં વચ્ચે આગામી દિવસોમાં વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડી જોવા મળી શકે છે, તેથી દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( 16074 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 15808 પોઇન્ટના પ્રથમ અને 15676 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 16106 પોઇન્ટથી 16160 પોઇન્ટ, 16202 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 16202 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 34810 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 34303 પોઇન્ટના પ્રથમ અને 34008 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 35008 પોઇન્ટથી 35188 પોઇન્ટ, 35303 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 35303 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) સન ફાર્મા ( 877 ) :- ફાર્મા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.863 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.844 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.893 થી રૂ.898 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.909 ઉપર તેજી તરફી ધ્યાન…!!!

) એક્સિસ બેન્ક ( 662 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.644 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.630 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.676 થી રૂ.686 નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) વિપ્રો લિમિટેડ ( 393 ) :- રૂ.377 નો પ્રથમ તેમજ રૂ.363 ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.404 થી રૂ.414 સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

) ઓરિયન્ટ ઈલેક્ટ્રિક ( 280 ) :- કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.292 થી રૂ.303 ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.267 નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) યુનિકેમ લેબોરેટરીઝ ( 269 ) :- રૂ.252 નો પ્રથમ તેમજ રૂ.244 ના સ્ટોગ સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.282 થી રૂ.290 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) વીગાર્ડ ઈન્ડસ્ટ્રીઝ ( 222 ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.208 આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.237 થી રૂ.250 ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) ઈમામી પેપર ( 148 ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.133 ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.163 થી રૂ.170 ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) સાઈબરટેક સિસ્ટમ્સ ( 150 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.133 આસપાસ રોકાણકારે રૂ.163 થી રૂ.170 ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.117 સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( 2409 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.2330 ના સપોર્ટથી ખરીદવાલાયક..!! રીફાઇનરી & માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.2424 થી રૂ.2440 નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) કોટક બેન્ક ( 1787 ) :- આ સ્ટોક રૂ.1760 નો પ્રથમ તેમજ રૂ.1747 ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.1803 થી રૂ.1818 સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) ટાટા સ્ટીલ ( 886 ) :- ૪૨૫ શેરનું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.868 નો પ્રથમ તેમજ રૂ.848 ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! આર્યન & સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.903 થી રૂ.913 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) એસીસી લિમિટેડ ( 2147 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.2190 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.2197 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.2121 થી રૂ.2108 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.2204 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ ( 1404 ) :- રૂ.1434 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1450 ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.1388 થી રૂ.1380 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.1457 ઉપર તેજી તરફી ધ્યાન… !!

) એચસીએલ ટેકનોલોજી ( 876 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.909 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.919 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.860 થી રૂ.848 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.927 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

           રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો……

) જેટીઈકેટી ઈન્ડિયા ( 80 ) :- ઓટો કોમ્પોનેન્ટ્સ & ઇક્વિપમેન્ટ્સ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.88 થી રૂ.93 ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.73 નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) એલેમ્બિક લિમિટેડ ( 74 ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.66 ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.78 થી રૂ.84 સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) એન્જિનિયર્સ ઈન્ડિયા ( 60 ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.54 નો પ્રથમ તેમજ રૂ.48 ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! એન્જિનિયરિંગ, ડિઝાઇનિંગ અને કન્સ્ટ્રક્શન સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.64 થી રૂ.73 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) માર્કસન્સ ફાર્મા ( 48 ) :- રૂ.42 આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.53 થી રૂ.60 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.60 ઉપર તેજી તરફી ધ્યાન…..!!

નિફટી ફયુચર રેન્જ 15808 થી 16202 પોઇન્ટ ધ્યાને લેવી…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular