Monday, December 23, 2024
HomeબિઝનેસStock Market Newsભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્ રહેશે...!!!

ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્ રહેશે…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

- Advertisement -

યુક્રેન – રશીયા યુદ્વ વકરી રહ્યા સાથે વિશ્વ પર ફુગાવો – મોંઘવારીનો ભરડો વધી રહ્યો હોઈ ભારતની ચિંતા પણ વધતાં આર્થિક વિકાસ આગામી દિવસોમાં રૂંધાવાની શકયતા અને ચાઈનામાં કોરોનાના ફરી વધતાં ઉપદ્રવ પાછળ લોકડાઉન લંબાવવામાં આવતાં સપ્લાય ચેઈન ખોરવાઈ રહી હોઈ ફયુલની માંગમાં ઘટાડા અને વૈશ્વિક ઔદ્યોગિક – આર્થિક મંદીની પરિસ્થિતિ વકરવાની શકયતા અને બીજી તરફ વધી રહેલા ફુગાવા-મોંઘવારીની સતત નેગેટીવ અહેવાલો વચ્ચે ગત સપ્તાહે ભારતીય બજારમાં બે તરફી અફડાતફડીના અંતે સાવચેતી જોવા મળી હતી. યુ.એસ.ફેડરલ રિઝર્વના ચેરમેન દ્વારા કરેલા નિવેદનમાં ફુગાવો અસાધારણ ઊંચાઈએ પહોંચ્યો હોઈ અંકુશમાં લેવા વ્યાજ દરમાં અડધા ટકાનો વધારો કરવો અનિવાર્ય હોવાનું જણાવતાં અને ચાઈના, ભારત સહિતમાં કોરોનાના કેસો ફરી વધી રહ્યા હોઈ ચિંતાએ ફંડો, રોકાણકારોએ સાવચેતીમાં ઉછાળે નફારૂપી વેચવાલી કરી હતી.

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

- Advertisement -

તાજેતરની ભૂ – રાજકીય કટકોટી અને તેના લીધે લાદવામાં આવી રહેલા પ્રતિબંધોના કારણે ભારતીય અર્થતંત્રની રિકવરી સામે જોખમ સર્જાઇ શકે છે તેવી આશંકા તાજેતરમાં રિઝર્વ બેન્કે તેના બુલેટિનમાં વ્યક્ત કરી હતી. મધ્યસ્થ બેન્કે તેના બુલિયનમાં જણાવ્યુ છે કે, ‘ભારતીય અર્થતંત્રની રિકવરી ભૌગોલિક-રાજકીય કટોકટીની અસર એક દેશમાંથી બીજા દેશમાં ફેલાવાના કારણે જોખમમાં છે, જે ફુગાવામાં વધારો, કડક નાણાકીય નીતિ અને વિદેશી રોકાણકારોના આઉટફ્લો સાથે વિદેશ વેપારમાં ઘટાડાના સ્વરૂપે પ્રતિબિંબિત થાય છે. ભારતની મધ્યસ્થ બેન્કની મોનેટરી પોલિસી કમિટી એ ૮ એપ્રિલના રોજ તેની ધિરાણનીતિની સમીક્ષા વખતે વર્ષ ૨૦૨૨-૨૩ માટેના ફુગાવાનો અંદાજ અગાઉના ૪.૫% થી વધારીને ૫.૭% કર્યો હતો. ઉપરાંત ચાલુ વર્ષે ચોમાસું સામાન્ય અને ક્રૂડ ઓઈલની કિંમત સરેરાશ ૧૦૦ પ્રતિ બેરલ રહેવાની ધારણા છે. રિટેલ ફુગાવો જાન્યુઆરીમાં ૬.૦૧%, ફેબ્રુઆરીમાં ૬.૦૭% અને માર્ચમાં ૬.૯૫% નોંધાયો છે, જે રિઝર્વ બેન્કના લક્ષ્યાંક કરતા વધારે છે.

યુક્રેન પર રશિયાનો હુમલો અને સપ્લાય ચેઇનમાં વિક્ષેપને કારણે કોમોડિટીના ભાવમાં અતિશય વધારો થયો છે, જેની અસરે ભારતમાં પણ ફુગાવો ઝડપથી વધ્યો છે. ભારત આ પડકારોનો સામનો માળખાંગત સુધારા અને મજબૂત પીઠબળ સાથે કરી રહ્યુ છે અને આગામી સમયમાં ટકાઉ વૃદ્ધિને ટકાવી રાખવા માટે ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવુ મહત્વપૂર્ણ રહેશે. અર્થવ્યવસ્થાના મોટાભાગના સેક્ટરોની કામગીરી કે દેખાવ કોરોના મહામારી પૂર્વેના સ્તરે પહોંચી ગઇ છે અથવા તેને વટાવી ગયા છે. બેંક ધિરાણમાં તેજી વૃદ્ધિ થઇ છે અને જોબ માર્કેટમાં તેજી આવી રહી છે. ટ્રાવેલ અને હોસ્પિટાલિટી ક્ષેત્રે પ્રગતિના પંથે છે. કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ કામકાજ વધી રહ્યા છે. જો કે ઉભરતા બજારોની અર્થવ્યવસ્થાઓ રિસ્ક સેન્ટિમેન્ટ્સમાં ઝડપી પરિવર્તન અને કડક બનેલી રહેલી વૈશ્વિક નાણાકીય નીતિ સામે સંઘર્ષ કરી રહી છે જે આર્થિક વૃદ્ધિમાં સંકોચન લાવશે અને રિકવરીને નિષ્ફળ બનાવી શકે છે અથવા તો રોકેટ ફુગાવો અને આથક મંદીનું કારણ બની શકે છે.

- Advertisement -

ભારતીય અર્થતંત્ર પણ આ નકારાત્મક બાહ્ય પરિબળોથી અલિપ્ત રહી શક્યુ નથી અને ક્રૂડ ઓઇલ સહિત કોમોડિટીના ભાવમાં આવેલા ઉછાળાના પગલે પહેલાથી જ ફુગાવાનું જોખમ સર્જાયુ છે, જેમાં વધતી આયાત પરિસ્થિતિને વધારે વિકટ બનાવી શકે છે. રિઝર્વ બેન્કે બુલેટિનમાં જણાવ્યુ છે કે, ઝડપથી પહોળી થઇ રહેલી વેપાર ખાધ અને ચાલુ ખાતાની ખાધની સાથે સાથે વિદેશી રોકાણકારોના ભારતીય બજારમાંથી આઉટફ્લો બાહ્ય પરિબળોનો સામનો કરવાની તાકાત પર દબાણ લાવે છે, જો કે આંતરિક ફંડામેન્ટલ્સની મજબૂતાઈ અને વિદેશી હૂંડિયામણ તેની સામે રક્ષણ પૂરું પાડે છે. ભારતીય અર્થવ્યવસ્થા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ મૂડી ખર્ચને ઉત્તેજન આપીને, મહત્તમ કોરોના રસીકરણ, નાણાકીય ક્ષેત્રની સ્થિતિસ્થાપકતા, મજબૂત નિકાસ અને રેમિટન્સ તેમજ રાજકોષીય સદ્ધરતાના આધારે આ પડકારોનો સામનો કરી શકે છે.

બજારની ભાવી દિશા…. મિત્રો, ભારતના સૌથી મોટા આઈપીઓની આધિકારીક જાહેરાત થઈ ચૂકી છે. ચાલુ સપ્તાહે એલઆઈસીનો આઈપીઓ ખુલશે. જોકે તે પહેલાં જ રોકાણકારોનો ક્રેઝ સાતમા આસમાને છે. આઈપીઓની જાહેરાત પૂર્વે જ દેશમાં કરોડો નવા એકાઉન્ટ ખુલ્યાં છે અને એક્ટિવ થયા છે. અંદાજીત છેલ્લા ૧૨ મહિનામાં એક્ટિવ ડીમેટ ખાતાઓની સંખ્યા ૬૩% વધીને ૮.૯૭ કરોડ થઈ છે. આ આંકડા માર્ચના અંત સુધીના છે. નિષ્ણાતોના મતે ડીમેટ ખાતાઓની સંખ્યા વધી રહી છે કારણ કે લોકો એલઆઈસીના આઈપીઓમાં રોકાણ કરવા ઈચ્છુક છે. સાઇઝ ઘટીને રૂ.૨૧,૦૦૦ થયા પછી પણ LICનો IPO દેશનો સૌથી મોટો IPO હશે. આગામી દિવસોમાં સેકન્ડરી માર્કેટમાં એલઆઈસી ઓફ ઈન્ડિયાના આઈપીઓ પર પ્રાઇમરી માર્કેટની નજર રહેશે.

અમેરિકામાં  ફુગાવો હાલમાં ૮.૫૦% સાથે અત્યાર સુધીની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે ત્યારે આગામી બેઠકોમાં અમેરિકન ફેડરલ રિઝર્વ વ્યાજ દર વધારવામાં આક્રમકતા અપનાવશે તેવી ધારણાં મૂકવામાં આવી રહી છે. વેતન તથા ભાવમાં ઉછાળાને ટાળવા અને વ્યાજ દરને બને એટલા ઝડપી સામાન્ય સ્તરે લાવવા ફેડરલ રિઝર્વની મે મહિનાની બેઠકમાં ૫૦ બેઝિસ પોઈન્ટના વધારા બાદ જુન તથા જુલાઈની બેઠક દરેકમાં ૭૫ બેઝિસ પોઈન્ટનો વધારો આવશે અનુમાન લાગી રહ્યું છે. બીજી બાજુ ફેડરલના ચેરમેન જેરોમ પોવેલે આગામી બેઠકમાં વ્યાજ દરમાં અડધા ટકાના વધારાના સંકેત આપ્યા છે. અમેરિકામાં ફુગાવો ફેડરલના બે ટકાના ટાર્ગેટ કરતા ચાર ગણાથી પણ ઊંચે ચાલી ગયો છે. માર્ચની બેઠકમાં વર્તમાન વર્ષના અંત સુધીમાં વ્યાજ દર ૧.૯૦% સુધી લઈ જવાની ધારણાં મુકાતી હતી. બીજી બાજુ ટ્રેડરો વર્ષના અંત સુધીમાં વ્યાજ દર વધીને ૨.૭૫% થી ૩% સુધી જવાની ધારણાં રાખી રહ્યા છે. અમેરિકામાં યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા ફુગાવા – મોંઘવારીના ૪૦ વર્ષની ઊંચાઈએ પહોંચી ગયેલા આંકને લઈ અને ક્રુડ ઓઈલના સતત વધતાં ભાવ સાથે વ્યાજ દરમાં વધારો કરવાનો સંકેતે આગામી દિવસોમાં વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડી જોવા મળી શકે છે, તેથી દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૭૧૩૩ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૪૭૪ પોઇન્ટના પ્રથમ અને ૧૭૬૦૬ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૭૦૭૭ પોઇન્ટથી ૧૭૦૦૭ પોઇન્ટ, ૧૬૮૦૮ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૭૪૭૪ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૬૦૮૨ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૬૬૭૬ પોઇન્ટના પ્રથમ અને ૩૭૦૦૭ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૫૮૦૮ પોઇન્ટથી ૩૫૬૭૬ પોઇન્ટ, ૩૫૪૦૪ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૭૦૦૭ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) ત્રિવેણી એન્જિનિયરિંગ ( ૩૨૬ ) :- સુગર ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૦૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૮૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૪૪ થી રૂ.૩૫૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૩૬૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

) પીએનસી ઈન્ફ્રાટેક ( ૨૬૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૪૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૩૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૭૪ થી રૂ.૨૯૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) ચેન્નાઈ પેટ્રોલિયમ ( ૨૬૨ ) :- રૂ.૨૪૪ નો પ્રથમ તેમજ રૂ.૨૨૭ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૨૭૮ થી રૂ.૨૯૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) ઈન્ડિયન હોટેલ્સ ( ૨૪૭ ) :- હોટેલ્સ & રિસોર્ટ્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૬૩ થી રૂ.૨૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૨૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) જે.કુમાર ઈન્ફ્રાપ્રોજેક્ટ્સ ( ૨૧૮ ) :- રૂ.૧૯૦ નો પ્રથમ તેમજ રૂ.૧૭૭ ના સ્ટોગ સપોર્ટથી સિવિલ કન્સ્ટ્રક્શન સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૩૩ થી રૂ.૨૪૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) હિન્દુસ્તાન ઓઈલ એક્સપ્લોરેશન ( ૨૦૩ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૮૮ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૨૧૮ થી રૂ.૨૩૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) કિર્લોસ્કર ઓઈલ એન્જીન્સ ( ૧૬૧ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૪૪ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૧૭૭ થી રૂ.૧૮૮ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) કેપેસાઈટ ઈન્ફ્રાપ્રોજેક્ટ્સ ( ૧૪૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એન્જિનિયરિંગ, ડિઝાઇનિંગ & કન્સ્ટ્રક્ટશન સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૦ આસપાસ રોકાણકારે રૂ.૧૫૭ થી રૂ.૧૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૨૮૦૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૨૭૨૭ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! રિફાઇનરીઝ & માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૮૪૪ થી રૂ.૨૮૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) લાર્સન & ટૂબ્રો ( ૧૭૦૩ ) :- આ સ્ટોક રૂ.૧૬૭૦ નો પ્રથમ તેમજ રૂ.૧૬૪૪ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૭૨૭ થી રૂ.૧૭૪૦ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) ઈન્ફોસિસ લિમિટેડ ( ૧૫૭૩ ) :- ૩૦૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૧૫૪૭ નો પ્રથમ તેમજ રૂ.૧૫૩૦ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૯૦ થી રૂ.૧૬૦૬ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) ઈન્ડીગો ( ૧૮૬૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૯૦૯ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૯૧૯ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૮૩૦ થી રૂ.૧૮૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૯૩૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) ઈન્ડસઈન્ડ બેન્ક ( ૯૮૦ ) :- રૂ.૧૦૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૧૮ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૯૬૩ થી રૂ.૯૪૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૦૩૦ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) મહિન્દ્રા & મહિન્દ્રા ( ૯૨૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૪૪ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૯૫૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૯૦૯ થી રૂ.૮૯૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૬૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

           રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો……

) જિંદાલ શૉ ( ૯૧ ) :- આયર્ન & સ્ટીલ પ્રોડકટ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૯૭ થી રૂ.૧૦૪ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૭૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) L&T ફાઈનાન્સ ( ૮૭ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે ઇન્વેસ્ટમેન્ટ કંપની સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૮૦ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૯૩ થી રૂ.૯૯ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) મેંગ્લોર રિફાઈનરી & પેટ્રોકેમિકલ્સ ( ૭૦ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૩ નો પ્રથમ તેમજ રૂ.૫૭ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! રિફાઇનરીઝ & માર્કેટિંગ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૭૭ થી રૂ.૮૪ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) લેમન ટ્રી હોટેલ્સ ( ૬૫ ) :- રૂ.૬૦ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૭૩ થી રૂ.૭૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૭૭ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

નિફટી ફયુચર રેન્જ ૧૬૮૦૮ થી ૧૭૪૭૪ પોઇન્ટ ધ્યાને લેવી…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular