રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૦૩.૨૦૨૨ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૫૪૬૪.૩૯ સામે ૫૫૨૧૮.૭૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૫૦૪૯.૯૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૮૪.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૫.૯૧ પોઈન્ટના ઉછાળા સાથે ૫૫૫૫૦.૩૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૬૧૧.૯૦ સામે ૧૬૫૧૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૪૭૫.૦૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૩૨.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૪.૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૬૫૬.૬૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. પરંતુ પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીઓમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણીપુર અને ગોવામાં ભાજપને બહુમતી મેળતા પોઝિટીવ અસરે અને યુક્રેન-રશિયા વચ્ચે યુદ્વનો એકંદર વિરામ ચાલી રહ્યો હોઈ વૈશ્વિક બજારોમાં તેજીની રાહે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. સળંગ ચોથા દિવસે સેન્સેક્સ, નિફટી બેઝડ ફંડોએ તેજી કરી હતી. દેશનાં પાંચ રાજ્યોમાં સંપન્ન થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતી મળતા શેરબજારમાં રોનક આવી ગઈ છે. વાસ્તવમાં તો યુક્રેન સંકટ દૂર કરવા માટે થઈ રહેલા રાજદ્વારી પ્રયાસો વિષે આશા બાંધી રહેલા નિવેશકોનાં અનુકુળ વલણથી શેરબજારમાં બુધવારથી તેજી શરૂ થઈ હતી.
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ગઈકાલે યુક્રેન અને રશિયા બન્ને યુદ્વનો અંત લાવવા વાટાઘાટ માટે તૈયાર થયાના અહેવાલે ઝડપી ઘટી આવ્યા બાદ આજે બન્ને દેશો વચ્ચે વાટાઘાટ અનિર્ણિત રહી હોવાના અહેવાલે ફરી ક્રુડના ભાવ વધી આવતા ઉછાળે સાવચેતી જોવા મળી હતી. હેલ્થકેર શેરોમાં આજે શોર્ટ કવરિંગ સાથે આક્રમક ખરીદી થતાં અને ઓઇલ એન્ડ ગેસ અને બેઝિક મટિરિયલ્સ શેરોમાં ફંડોની ખરીદીએ સેન્સેક્સ ૮૫ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૪૫ પોઈન્ટ ઉછળીને બંધ રહ્યા હતા. સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ સતત ફંડો, ખેલંદાઓનું આકર્ષણ વધતું જોવાયું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો, ટેલિકોમ, આઇટી અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૫૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૧૫ અને વધનારની સંખ્યા ૨૦૨૯ રહી હતી, ૧૧૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોનાના કાળમાં દેશની ઈક્વિટીઝમાં વિદેશી રોકાણકારોએ ઠાલવેલા નાણાંમાંથી ૫૦% નાણાં છેલ્લા પાંચ મહિનામાં પાછા ખેંચી લીધા છે. ગયા વર્ષના ઓકટોબરથી એફપીઆઈસ દેશની ઈક્વિટીઝમાંથી પોતાનું રોકાણ સતત પાછું ખેંચી રહી છે. યુક્રેન – રશિયા યુદ્ધના પ્રારંભ બાદ વિદેશી રોકાણકારોની આક્રમક વેચવાલી આવી છે. ક્રુડ તેલના ભાવમાં જોરદાર વધારાને પગલે ફુગાવો વધવાની ચિંતા વચ્ચે ૩.૨૦ ટ્રિલિયન ડોલરવાળા ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોની જંગી વેચવાલી જોવા મળી રહી છે. ગયા વર્ષના ઓકટોબરમાં જ્યારે બીએસઈ સેન્સેકસ ઓલટાઈમ હાઈ સપાટીએ હતો ત્યારથી એફપીઆઈ સતત વેચવાલ રહ્યા હોવાનું પ્રાપ્ત આંકડા પરથી જણાય છે. ભારત તેની ક્રુડ તેલની ૮૫% જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરે છે આવી સ્થિતિમાં ક્રુડ તેલના ઊંચા ભાવ રૂપિયા પર દબાણ લાવવા ઉપરાંત ફુગાવો વધવાની પણ ચિંતા વધી છે.
વિદેશી રોકાણકારોની સતત વેચવાલી સામે ઘરેલું સંસ્થાકીય રોકાણકારોની જંગી ખરીદીને કારણે શેરબજારોને ટેકો મળી રહ્યો છે. ગયા વર્ષના ઓકટોબરથી વિદેશી રોકાણકારોએ ત્રણ અબજ ડોલરની ખરીદી કરી છે. યુદ્ધને કારણે ભારતીય કંપનીઓની આવક આગામી બે ત્રિમાસિક ગાળા સુધી દબાણ હેઠળ રહેવાની ધારણાં રાખવામાં આવે છે. ફુગાવાના જોખમી પરિબળ છતાં હાલ તુરત યુ.એસ.ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં વધારો કરવાનું મોકૂફ રાખ્યું છે. પરંતુ ચાલુ માર્ચ માસમાં વ્યાજ દરમાં વધારો કરવાનું અનિવાર્ય બની ગયું છે, ત્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પણ આગામી ધિરાણ નીતિ સમીક્ષામાં ફુગાવા મામલે વ્યાજ દરમાં વધારો કરવામાં આવે એવી શકયતા છે.
તા.૧૪.૦૩.૨૦૨૨ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૧૧.૦૩.૨૦૨૨ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૬૬૫૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૬૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૧૬૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૬૭૦૭ પોઈન્ટ થી ૧૬૭૩૭ પોઈન્ટ ૧૬૮૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૬૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૧૧.૦૩.૨૦૨૨ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૪૬૦૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૪૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૩૪૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૪૭૩૭ પોઈન્ટ થી ૩૪૮૦૮ પોઈન્ટ, ૩૫૦૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૫૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- બાટા ઇન્ડિયા ( ૧૮૧૭ ) :- બાટા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૮૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૭૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૩૩ થી રૂ.૧૮૪૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૬૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- ટેક મહિન્દ્ર ( ૧૪૯૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૭૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૩૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૫૦૮ થી રૂ.૧૫૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- ઇન્ડસઇન્ડ બેન્ક ( ૯૦૪ ) :- રૂ.૮૮૦ નો પ્રથમ તેમજ રૂ.૮૪૮ ના બીજા સપોર્ટથી બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૨૨ થી રૂ.૯૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- મહાનગર ગેસ ( ૭૫૧ ) :- માર્કેટિંગ & ડિસ્ટ્રીબ્યુશન સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૬૭ થી રૂ.૭૭૫ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૨૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ઓરબિંદો ફાર્મા ( ૬૪૬ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૨૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૬૩ થી રૂ.૬૭૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- ઇન્ફોસિસ ટેકનોલોજી ( ૧૮૩૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૮૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૧૮ થી રૂ.૧૮૦૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૯૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- કોટક બેન્ક ( ૧૭૬૪ ) :- રૂ.૧૭૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૭૯૭ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૭૪૭ થી રૂ.૧૭૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૦૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
- ટાટા સ્ટીલ ( ૧૩૦૩ ) :- આયર્ન & સ્ટીલ/ઇન્ટરમ. પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૩૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૮૮ થી રૂ.૧૨૭૩ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
- સિપ્લા લિમિટેડ ( ૧૦૪૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૯૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૨૭ થી રૂ.૧૦૧૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ચોલામંડલમ ફાઈનાન્સ ( ૬૭૨ ) :- રૂ.૬૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૯૬ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૬૦ થી રૂ.૬૩૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૦૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )