Monday, December 23, 2024
HomeબિઝનેસStock Market Newsરિયલ્ટી અને ટેલિકોમ સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં 831 પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!

રિયલ્ટી અને ટેલિકોમ સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં 831 પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૧૧.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૯૩૦૬.૯૩ સામે ૫૯૫૭૭.૪૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૩૫૫.૧૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૬૫.૦૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૩૧.૫૩ પોઈન્ટના ઉછાળા સાથે ૬૦૧૩૮.૪૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૭૧૫.૩૦ સામે ૧૭૭૪૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૭૩૦.૦૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૦૭.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૦૧.૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૦૧૭.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. કોર્પોરેટ ઈન્ડિયાના સપ્ટેમ્બર અંતના ત્રિમાસિક પરિણામોની સીઝનમાં કંપનીઓના એકંદર પ્રોત્સાહક પરિણામો જાહેર થઈ રહ્યા હોઈ સાથે ફંડોએ ટેલિકોમ અને મેટલ શેરોની આગેવાનીએ સાથે આઇટી – ટેક શેરોમાં તેજી કરીને સેન્સેક્સને ફરી ૬૦૦૦૦ પોઈન્ટની અને નિફટી ફ્યુચરે ૧૮૦૦૦ પોઈન્ટની સપાટી પાર કરાવી હતી. આ સાથે આજે ફરી રિયાલ્ટી શેરોમાં ફંડોએ મોટી તેજી કરી હતી. ગત સપ્તાહના ઘટાડા બાદ લોકલ ફંડો તેમજ ફોરેન પોર્ટપોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની શેરોમાં આક્રમક ખરીદી શરૂ થઈ આજે ફંડોએ ઓલ રાઉન્ડ તેજી કરી હતી.

- Advertisement -

દેશમાં એક તરફ મોંઘવારીના કારણે લોકોને માર પડી રહ્યો છે અને બીજી તરફ શેરબજારમાં તેજી જ તેજી જોવા મળી રહી છે. ચોમાસાની સારી પ્રગતિ સાથે દેશ કોરોના કાળમાંથી બહાર આર્થિક મોરચે પ્રવૃતિ લોકડાઉન પૂર્વેની સ્થિતિએ આવી જવા લાગી હોવાના સંકેત વચ્ચે કોર્પોરેટ પરિણામોની સપ્ટેમ્બર ૨૦૨૧ની સીઝનમાં એકંદર સારા પરિણામે વૈશ્વિક બજારોમાં પણ આજે કોર્પોરેટ પરિણામોની અપેક્ષાએ મજબૂતી રહી હતી. પેટ્રાલ, ડિઝલના ભાવમાં અવિરત તીવ્ર વધારા અને અન્ય જીવનાશ્યક ચીજોના ભાવોમાં પણ સતત વધારાના નેગેટીવ પરિબળ છતાં કોર્પોરેટ પરિણામો એકંદર સારા આવી રહ્યા હોઈ અને ચાલુ વર્ષે ચોમાસાની સફળતાના પોઝિટીવ પરિબળે ફંડોએ શેરોમાં તેજી કરતાં ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૭૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, ટેલિકોમ, મેટલ, ટેક અને આઇટી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૦૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૪૮ અને વધનારની સંખ્યા ૨૧૬૦ રહી હતી, ૧૯૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૩૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૦૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વિવિધ પ્રતિકળ અહેવાલો પાછળ ચોમેરના વેચવાલીના દબાણ પાછળ ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં પીછેહઠ નોંધાઈ હતી. ગત માસમાં એફઆઈઆઈ દ્વારા હાથ ધરાયેલ એકદારી વેચવાલીની બજાર પર પ્રતિકૂળ અસર જોવા મળી હતી. ઓક્ટોબર માસમાં સેન્સેક્સ તેની ૬૨૨૪૫ની સર્વોચ્ચ સપાટીને સ્પર્શ્યા બાદ વેચવાલીના ભારે દબાણે તે અત્યાર સુધીમાં ૨૯૩૮ પોઇન્ટ એટલે કે ૫% તુટીને ૬૦૦૦૦ની અંદર ઉતરી આવ્યો છે. જ્યારે નિફ્ટીએ ૧૮૦૦૦ની સપાટી ગુમાવી દીધી છે. ઓક્ટોબર માસ દરમિયાન એફઆઈઆઈ દ્વારા બજારમાં સતત વેચવાલી હાથ ધરાઈ છે. આ નેગેટીવ ભૂમિકા પાછળ નોમુરા અને યુવીએસ દ્વારા ભારતીય ઇક્વિટીને ઊંચા વેલ્યુએશનના કારણે ડાઉનગ્રેડ કર્યા હતા.

તાજેતરમાં મોર્ગન સ્ટેન્લીએ પણ ભારતીય ઇક્વિટીને ડાઉનગ્રેડ કરી હતી. આ અહેવાલોની વિદેશી રોકાણકારોના માનસ પર પ્રતિકૂળ અસર થતા તેઓએ ચાલુ માસમાં ભારતીય શેરબજારમાંથી અંદાજીત રૂ.૨૫૫૭૨.૧૯ કરોડ પાછા ખેંચી લીધા છે. ગત માસમાં તેઓએ માત્ર પાંચ ટ્રેડિંગ સત્રમાં નવી લેવાલી હાથ ધરી હતી. બાકીના તમામ ટ્રેડિંગ સત્રમાં તેઓએ પોતાનું ભંડોળ પાછુ ખેંચ્યું હતું. આમ, સતત એકધારી વેચવાલીના કારણે બજારના માનસ પર પ્રતિકૂળ અસર થવા પામી હતી. અગાઉ સપ્ટેમ્બરમાં વિદેશી રોકાણકારોએ અંદાજીત રૂ.૯૧૩.૭૭ કરોડનું રોકાણ કર્યું હતું. જો કે, એપ્રિલ માસથી ઓગસ્ટ સુધી તેઓએ એકધારી વેચવાલી હાથ ધરી હતી. હવે ઓક્ટોબરમાં પણ વેચવાલી હાથ ધરી છે. આગામી દિવસોમાં વિદેશી અને સ્થાનિક ફંડોની લેવાલી ઉપર ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૦૨.૧૧.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૦૧.૧૧.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૮૦૧૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૮૮૦ પોઈન્ટના પ્રથમ અને ૧૭૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૮૦૮૮ પોઈન્ટ થી ૧૮૧૦૮ પોઈન્ટ ૧૮૧૮૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૮૦૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૧.૧૧.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૪૦૦૮૩ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૯૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૩૯૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૪૦૧૭૭ પોઈન્ટ થી ૪૦૨૭૨ પોઈન્ટ, ૪૦૪૦૪ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૪૦૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • અદાણી એન્ટરપ્રાઇઝ ( ૧૪૬૩ ) :- ટ્રેડિંગ & ડિસ્ટ્રીબ્યુશન ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૩૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૧૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૮૪ થી રૂ.૧૪૯૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૦૫ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • હેવલ્સ ઇન્ડિયા ( ૧૨૯૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૮૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૬૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૦૯ થી રૂ.૧૩૨૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • બર્જર પેઈન્ટ ( ૭૫૯ ) :- રૂ.૭૩૩ નો પ્રથમ તેમજ રૂ.૭૧૭ ના બીજા સપોર્ટથી ફર્નિચર, ફર્નિશિંગ, પેઇન્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૭૭૪ થી રૂ.૭૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ટીવીએસ મોટર ( ૬૭૫ ) :- 2/3 વ્હીલર્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૮૬ થી રૂ.૬૯૬ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૬૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • જિન્દાલ સ્ટીલ ( ૪૩૫ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૧૪ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક આયર્ન & સ્ટીલ/ઇન્ટરમ. પ્રોડક્ટ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૪૭ થી રૂ.૪૫૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • વોલ્ટાસ લિમિટેડ ( ૧૨૫૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૩૭ થી રૂ.૧૨૨૨ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ICICI બેન્ક ( ૮૦૯ ) :- રૂ.૮૩૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૮૪૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૭૯૭ થી રૂ.૭૮૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૬૯૨ ) :- આયર્ન & સ્ટીલ/ઇન્ટરમ. પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૭૦૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૬૮૦ થી રૂ.૬૭૩ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ગ્લેનમાર્ક ફાર્મા ( ૫૧૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૫૨૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૪૯૭ થી રૂ.૪૮૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૫૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ ( ૪૧૭ ) :- રૂ. ૪૩૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૪૭ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૩૯૭ થી રૂ.૩૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૫૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular